બારડોલી અસ્તાન નહેર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ બુટલેગર વોંટેડ

HM News
1 Min Read

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં અસ્તાન ગામની સીમમાંથી પસાર થતી નહેર નજીકથી બારડોલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.બુટલેગરો વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહયા હતા તે સમયે પોલીસે રેડ કરતાં તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.પોલીસે કુલ રૂ. 56,400 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પી.આઈ પટેલને બાતમી મળી હતી કે અસ્તાન ગામની સીમમાં દિવ્યદર્શન સોસાયટીની પાછળના ભાગે આવેલ ખેતર તરફ જવાના રસ્તા ઉપર નહેર નજીક જાહેરમાં ત્રણેક વ્યક્તિઓએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે.અને તેઓ આ વિદેશી દારૂને સગેવગે કરવાની પેરવીમાં છે જે હકીકતના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.તે દરમ્યાન ઘટના સ્થળેથી બુટલેગરો પોલીસની રેડ જોઈ ભાગી છૂટ્યા હતા.ઘટના સ્થળેથી પોલીસે વિદેશી દારૂની 204બાટલી કિંમત રૂ. 26,400 તથા એક નંબર વગરની એક્ટિવા કિંમત રૂ, 30,000 મળી કુલ 56,400 નો મુદ્દામાલ કબ્જે કરી આકાશ ઉર્ફે ડબલ રાજુભાઇ ઉર્ફે રાજુ ખાનદેશી રાજપૂત (રહે, બારડોલી, માતા ફળિયું, તા-બારડોલી), વિક્કી (રહે, બારડોલી, 50 ગાળા), તથા રાહુલ (રહે, બારડોલી માતાફળિયું) વિરુદ્ધ ગુનો નોંધી વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *