ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ થઈ ચુક્યા છે.ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કસર કસી રહી છે.છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે.રાજ્યભરમાં જનસંવેદના યાત્રાના માધ્યમથી આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ વિવિધ શહેરની મુલાકાત લઈ રહ્યા છે.તાજેતરમાં ડભોઈ પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતીય.જન સંવેદના યાત્રાના ભાગ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રધાંજલિ આપવામાં આવી હતી.ડભોઇ શહેર તાલુકાના કોરોના કાળમાં મરણ પામેલાઓની સ્મૃતિમાં બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ જનસંવેદના યાત્રામાં ઈશુદાન ગઢવી હાજર રહ્યા હતા.તેઓએ ડભોઈવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જે રીતે સરકાર નિષ્ફળ રહી અને અધિકારીઓને તબીબી સહાય વિના મરતાં જોયા બાદ નકકી કર્યું કે ભાજપની 27 વર્ષની ઉખેડી ના નાંખુ ત્યાં સુધી શાંતિથી બેસુ નહીં.એવું નકકી કર્યું છે..વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 120 સીટો જીતશે અને ભાજપ 40 સીટો સુધી જ રેહશે અને વધુ જણાવ્યું કે આમ આદમી પાર્ટી 120 સીટો નહીં જીતે તો રાજિનામું આપીને રાજકારણ છોડી દઇશ એમ જણાવ્યું હતું.આ જન સંવેદના યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


