લગ્ન પહેલા ઘરવાળા લોકોની મરજી અને યુવક-યુવતીની સહમતી જરૂરી છે,પણ કર્ણાટકમાં ટૉસ જીતીને એક લગ્ન પાર પાડવામાં આવ્યા હતા.ઘટના કર્ણાટકના અલૂર તાલુકાના એક ગામની છે.જ્યાં એક યુવકે બે યુવતી સાથે અફેર હોવાના કારણે ભારે મુશ્કેલી આવી પડી હતી.લગ્નના ઠીક પહેલા બંને યુવતી પહોંચી ગઈ અને પોત-પોતાની માગને લઈને જીદે ચડી હતી.આખરે ગામના લોકોએ આ સમસ્યાનો હલ શોધી ટૉસનો સહારો લેવાનું પસંદ કર્યું હતું.

બંને યુવતી એ જીદે ચડી હતી કે, યુવકના લગ્ન તો તેની જ સાથે થશે.ગામના લોકોએ ખૂબ સમજાવાની કોશિશ કરી પણ એકેય માનવા તૈયાર નહોતી.ત્યાં સુધી કે, યુવતીએ તો આત્મહત્યા કરવા સુધીનું પગલુ ભરવા પણ તૈયાર થઈ ગઈ હતી. આખરે ગામ લોકોને એક આઈડિયા આવ્યો તે નિર્ણય પર આવ્યો કે, ટૉસ જીતીને બંનેને નિર્ણય કરીએ.
ટૉસ પહેલા એ શરત રાખવામાં આવી કે, બોન્ડ પેપર પર ત્રણેય લોકોની સહીઓ લેવામાં આવશે અને જે પણ નિર્ણય આવશે,તેને માનવો પડશે.બધી પ્રક્રિયા પુરી થયા બાદ ટૉસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ તો,અત્યાર શાંત રહેલો વરરાજો બોલ્યો.અને જે યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી,તેને ગળે લગાવી લીધી.આ હરકત જોતા બીજી યુવતીથી રહેવાયુ નહીં, અને તેણે વરરાજાને એક લાફો વળગાળી દીધો.આ સાથે નિર્ણય થઈ ગયો હતો કે, યુવક કોની સાથે લગ્ન કરવા માગે છે. ટૉસ કરવાની વાત સાઈડમાં રહી ગઈ,આખો મામલો શાંત થઈ ગયો.

