સુરત,તા.11 સપ્ટેમ્બર : આજથી કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે ચેમ્બર ઓફ કોમર્સનું વીવનીટ પ્રદર્શનની શરૂઆત થઈ છે.જેમાં મુંબઈ,ગ્વાલિયર,જયપુર,ભિવંડી,ઈન્દોર,બનારસ,લુધિયાણા સહિત 20થી વધુ શહેરોમાંથી બાયર્સે આવ્યા છે.આ પ્રદર્શનમાં આ વખતે ત્રણ કિલો સોના ચાંદી જરીથી બનેલો લહેંગા ચોલી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.જેની કિંમત લાખોમાં થાય છે.અને આ ખાસ બનારસના હેન્ડલુમમાં ખાસ 6 કારીગરો એ 1 મહિનામાં તૈયાર કર્યું છે.
આજે ચેમ્બર ઓફ કોમર્સના વીવનીટ પ્રદર્શનમાં ભારત સહિત અન્ય દેશોમાંથી પણ બાયર્સ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત ઈન્ટરનૅશનલમાંથી દુબઈ અને બાંગ્લાદેશના બાયર્સનું ડેલિગેશન પણ સુરત આવશે.જેમાં વોટરજેટ મશીન પર તૈયાર થયેલા 50થી વધુ ફેબ્રિક્સનું પહેલી વખત પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ત્રિદિવસીય ફેબ્રિક્સના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.ટેક્નોલોજીના અપગ્રેડેશનની સાથે સાથે અવનવા તૈયાર થઈ રહેલા ફેબ્રિક્સની જાણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં બનારસ હેન્ડલુમના કારીગરો દ્વારા ખાસ ચણીયા ચોળી બનાવવા માં આવી છે.આ ચણીયા ચોળી બનારસમાં 6 કારીગરોને 1 મહિના જેટલો સમય લાગે છે.જયારે હવે સુરતમાં 1 કારીગર એક દિવસમાં જેકાર્ડ મશીન પર આવા 3 પીસ તૈયાર કરી શકશે.આવા અનેક આકર્ષણો ચેમ્બર દ્વારા યોજાયેલ પ્રદર્શનમાં જોવા મડયા હતા.


