ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણીની વિદાય અને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગીના ઘટનાક્રમ વચ્ચે સોશિયલ મીડિયામાં ટિખળ સાથે રસપ્રદ સંદેશા વહેતા થયા હતા.
‘ચહેરે બદલ દેને સે દામન પર લગે દાગ ઓર નાકામી કા તાજ નહી બદલતા હૈ’
‘વ્હાલા ગુજરાતી ભાઈઓ-બહેનો, ગુજરાતના દરેક રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સર્કલ, ઓવર બ્રિજ, અંડર બ્રિજ, સરકારી બસો, મોટા ર્હોિંડગ્સ સહિત તમામ જગ્યાએ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટોવાળા બેનર મારવા માટે થોડોક ખર્ચો કરવો પડશે, દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ કે વીજળીના ભાવ વધે તો કોઈ ચિંતા ન કરતાં. લિ. તમારી મનગમતી ભાજપ પાર્ટી’
‘આપડે તો હતા ત્યાં ને ત્યાં, ગુજરાતમાં રૃપો ગયો ને ભૂપો આવ્યો’
‘સ્વર્ગમાં ઈન્દ્ર, ભારતમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર’
‘બાઘાને, ભોપાને કે નટુકાકાને બેસાડો, દુકાનના માલિક જેઠાલાલ જ રહેશે.’
‘ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ, કહ્યું, પહેલા અમને તેમનો ફોટો તો બતાવો..’
‘ભાજપ જનતાને જવાબ આપે, સફળ હતા તો કાઢયા કેમ? નિષ્ફળ હતા તો ઉજવણી અને તાયફા કેમ કર્યા?’
‘આપણે સમજતા હતા કે ટેટ, ટાટ, પોલીસ, તલાટી કે બિન સચિવાલય કલાર્કની ભરતી આવશે, આ તો ડાયરેક્ટ મુખ્યમંત્રીની ભરતી આવી’


