By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે
GandhinagarGeneralPolitics

હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે

HM News
Last updated: 13/09/2021 8:35 AM
HM News
5 years ago
Share
SHARE

– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવી પ્રદેશ અધ્યક્ષ, નવા મુખ્યમંત્રી અને અન્ય સિનિયરો સાથે ચર્ચા બાદ નવા મંત્રીમંડળની જાહેરાત કરાય તેવી સંભાવના

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાવાની છે. જેને હવે ૧૫ મહિના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે એકાએક મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામું લઈને તેમને વિદાય આપી દીધી છે અને તેમના સ્થાને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાની બેઠક પરથી પ્રથમવાર જ ૨૦૧૭ની ચૂંટણીમાં સૌથી વધુ ૧.૧૭ લાખ વોટથી વિજયી થયેલા સાવ સરળ,શાંત અને આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં ભૂપેન્દ્રભાઈ પટેલની આશ્ચર્યજનક રીતે પસંદગી થઈ છે.તેઓ ૧૩મીના સોમવારે બપોરે ૨.૨૦ વાગ્યે રાજભવન ખાતે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે.તેમના નવા મંત્રીમંડળની શપથવિધિ ૨ દિવસ બાદ થશે.જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓ થપથ ગ્રહણ કરે અને હાલના મંત્રીમંડળમાંથી કેબિનેટ કક્ષના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીની બાદબાકી નિશ્ચિત મનાય છે.નવા મંત્રીમંડળમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય અને જો આખરી ઘડીએ નિર્ણય બદલાય તો નાયબ મુખ્યમંત્રી તરીકે હાલના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પસંદ કરાશે.

મંત્રીમંડળની પસંદગી મુખ્યમંત્રીનો જ અબાધિત અધિકાર હોય છે પરંતુ એક માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૩મીને સોમવારે ગુજરાત આવે અને તેઓ નવા પસંદ કરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય સિનિયર અગ્રણીઓની સાથે બેસીને નવા મંત્રીમંડળની પસંદગી કરે એવી શક્યતા અંકાઈ રહી છે.એવી માહિતી છે કે, વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના ૧૨ અને રાજ્યકક્ષાના ૧૧ મંત્રીઓ મળીને કુલ ૨૩ મંત્રીઓ હતા પરંતુ હવે નવા મંત્રીમંડળમાં તેમાંથી કેબિનેટ કક્ષાના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીઓની બાદબાકી થાય તેવી સંભાવના છે.તેમના સ્થાને ૮ નવા મંત્રી ઉમેરાશે.આમ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓને સ્થાન અપાશે.

બે દિવસ બાદ આકાર પામનારા નવા મંત્રીમંડળમાં કોને સમાવાશે

1 પંકજ દેસાઈ 2 દુષ્યંત પટેલ 3 આત્મારામ પરમાર 4 રાજેન્દ્રભાઈ ત્રિવેદી 5 હર્ષ સંઘવી 6 મનીષાબેન વકીલ 7 નીમાબંને આચાર્યનો નવા મંત્રી તરીકે સમાવેશ કરાશે એમ મનાઈ રહ્યું છે. જેમાં ઉલ્લેખનીય એ છે કે, પંકજ દેસાઈ વર્ષોથી વિધાનસભામાં સત્તાધારી ભાજપના દંડક તરીકે ફરજ બજાવે છે.જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતે, વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એનો સીધો અર્થ એ સમજાય છે કે, જો તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તો વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્ય દંડકના પદે અન્ય ધારાસભ્યોની પસંદગી શક્ય બનશે.મનીષાબેન વકીલ અને નીમાબેન આચાર્ય એમ બે મહિલા સભ્યોને પસંદ કરાય તેની શક્યતા નકારી શકાતી નથી.

કોણ ક્યાં રાજ્યપાલ બની શકે

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ હાલ તો પૂર્વ બની ગયા છે. હાલના સમીકરણો પ્રમાણે નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભવત: ન હોય એવુ બની શકે છે.આ સંજોગોમાં રૂપાણી અને નીતિનભાઇ પટેલને રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ શકે છે. હાલ ઉત્તરાખંડ અને પૂર્વીય રાજ્યોમાં રાજ્યપાલના પદ ચાર્જમાં ચાલે છે.જોકે, આ નિમણૂકો કેટલા સમયમાં થશે કે ૨૦૨૨ની ચૂંટણીમાં બન્નેના સમય અને શક્તિને ઉપયોગ કરવામાં આવશે એનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે.એનડીએના શાસનમાં છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ત્રણ ભાજપના નેતાઓને રાજ્યપાલ તરીકે નિમણૂકો થઇ છે. રાજકોટથી વજુભાઇ વાળા સૌથી પહેલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા અને થોડા મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે.આ પછી ૨૦૧૬માં આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશ અને પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. બે મહિના પૂર્વે જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતના રાજકારણની સોશિયલ મીડિયામાં ટીખળ : હસીને લોથપોથ થઈ જવાય તેવા રસપ્રદ મેસેજ વહેતા થયા
Next Article મોદી-શાહની જોડીએ પાછો કોર્સ બહારનો મુદ્દો કાઢ્યો ! સોશ્યલ મીડિયામાં યુઝર્સે ઉતારી ફીરકી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

7 days ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

7 days ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

7 days ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up