ભુપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી છે.બીજી તરફ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું છે.રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી બનાવવા માટે ફોન કરીને માહિતી આપી દેવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે.નવી સરકારના નવા મંત્રીઓની સાથે અધ્યક્ષ પદ બાદમાં નક્કી કરવામાં આવશે.હાલ તો ગુજરાતના ધારાસભ્યોને ફોન કરીને શપથગ્રહણમાં હાજર રહેવા માટે ફોન કરવાના શરૂ થઈ ગયા છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થનાર છે.કેમ કે, આજે ભુપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમની જાહેરાત થઈ છે અને તેઓની શપથવિધિ યોજાનારી છે.જો કે આ આખો કાર્યક્રમ ગત રોજ થવાનો હતો, પણ સિનિયર નેતાઓની નારાજગીના કારણે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જે હવે આજે બપોરે આ શપથગ્રહણ સમારંભ યોજાશે.


