By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહુલ ગાંધી હિંદુ નથી, પૂર્વજ પણ હિંદુ નહોતા તમારી માતા ખ્રિસ્તી છે : BJP MLA
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહુલ ગાંધી હિંદુ નથી, પૂર્વજ પણ હિંદુ નહોતા તમારી માતા ખ્રિસ્તી છે : BJP MLA
GeneralNationalPolitics

રાહુલ ગાંધી હિંદુ નથી, પૂર્વજ પણ હિંદુ નહોતા તમારી માતા ખ્રિસ્તી છે : BJP MLA

HM News
Last updated: 20/09/2021 7:23 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અસલી હિન્દુ નથી અને તેઓ લક્ષ્‍મી અને દુર્ગા પર આક્રમણ કરી રહ્યા છે.રાહુલ ગાંધીના આ નિવેદન પર મધ્ય પ્રદેશ BJPના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પલટવાર કર્યો છે.તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના લોહીમાં હિન્દુનું લોહી નથી.રામેશ્વર શર્માએ રાહુલ ગાંધીને માફી માગવાની માગણી કરતા કહ્યું કે દેવી-દેવતાઓનું અપમાન કરવાના કારણે તેઓ કોંગ્રેસના નેતા વિરુદ્ધ ગુરુવારે FIR નોંધાવશે.

ભોપાલથી BJPના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રામેશ્વર શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી જી તમે હિન્દુ નથી અને તમારા પૂર્વજ પણ હિન્દુ નહોતા.અમને પોતાને હિન્દુ કહેવામાં શરમ આવતી નથી.નેહરુ (પૂર્વ વડાપ્રધાન)ના નેતૃત્ત્વમાં દેશનું વિભાજન થયું. હજારો હિન્દુ માર્યા ગયા.ભગવાનનો આભાર માનો કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો જન્મ થયો. મોદી સરકારની નોટબંધી અને GST જેવી યોજનાઓને દેવી લક્ષ્‍મી અને દુર્ગા પર આક્રમણ બતાવવાને લઈને BJP ધારાસભ્યએ કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા વિરુદ્ધ કેસ દાખલ કરાવશે.તેમણે કહ્યું કે ગુરુવારે હું રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવીશ.દેવી-દેવતાઓનું અપમાન કરવાના કારણે તેમણે માફી માગવી જોઈએ.તમારા માતા (રાહુલ ગાંધીના) અને બનેવી ખ્રિસ્તી છે.નથી લાગતું કે તમારામાં હિન્દુનું લોહી છે.દેવી-દેવતાઓનું અપમાન બંધ કરો.રાહુલ ગાંધીએ બુધવારે RSS અને BJP પર નિશાનો સાધતા કહ્યું હતું કે આ લોકો હિન્દુ નથી એ માત્ર હિન્દુ ધર્મનો ઉપયોગ કરે છે.તેમણે મહિલા એકાઈ અખિલ મહિલા કોંગ્રેસના સ્થાપન દિવસના સમારોહમાં આ દાવો કર્યો હતો કે RSS અને BJPના લોકો મહિલા શક્તિને દબાવી રહ્યા છે અને ભયનો માહોલ બનાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું બાકી વિચારધારાઓ સાથે કોઈ ને કોઈ સમજૂતી કરી શકું છું પરંતુ હું RSS અને BJPની વિચારધારા સાથે ક્યારેય સમજૂતી નહીં કરી શકું. BJP પોતાની જાતને હિન્દુ પાર્ટી કહે છે અને સંપૂર્ણ દેશમાં લક્ષ્‍મી અને દુર્ગા પર આક્રમણ કરે છે. જ્યાં તેઓ જાય છે ક્યાંક લક્ષ્‍મીને મારે છે તો ક્યાંક દુર્ગાને મારે છે.તેઓ હિન્દુ ધર્મનો પ્રયોગ કરે છે,તેઓ ધર્મની દલાલી કરે છે પરંતુ તેઓ હિન્દુ નથી.

યુક્રેન અને રશિયા વચ્ચે જંગના ભણકારા, ભારત અને યુક્રેન વચ્ચેનો અબજો ડોલરનો વેપાર ખતરામાં પડી શકે છે
બિહારમાં સફળ રહી ટ્રાન્સજેન્ડર્સના લિંગ પરિવર્તનની યોજના, 47એ લીધો રૂ. 1.5 લાખની સહાય સાથેનો લાભ
લોનધારકોને મળશે રાહત, RBI વધુ 3 મહિના માટે લંબાવી શકે છે મોરાટોરિયમ
મોટાભાઈને નાના ભાઈના મિત્રને ઠપકો આપતા નાનાભાઈએ મોટાભાઈને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
અદાણી-હિંડેનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત, મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી ના શકાય
Share This Article
Facebook Email Print
Previous Article અતીક અહેમદને નહીં મળી શકે અસદુદ્દીન ઓવૈસી તંત્રએ કહ્યુ – માત્ર પરિજનોને જ મળવાની પરવાનગી
Next Article આઝમ ખાન, અતીક અહેમદ અને મુખ્તાર અંસારીની મની લોન્ડ્રિંગ કેસ મામલે ED કરશે પૂછપરછ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up