By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાલિબાનમાં અંદરોઅંદર ડખો : સત્તા હાંસલ કરવા હક્કાની નેટવર્કે સુપ્રીમ લીડર અખુંદજાદાને પતાવી નાખ્યો , મુલ્લા બરાદરને બંધક બનાવવામાં આવ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાલિબાનમાં અંદરોઅંદર ડખો : સત્તા હાંસલ કરવા હક્કાની નેટવર્કે સુપ્રીમ લીડર અખુંદજાદાને પતાવી નાખ્યો , મુલ્લા બરાદરને બંધક બનાવવામાં આવ્યો
GeneralInternational

તાલિબાનમાં અંદરોઅંદર ડખો : સત્તા હાંસલ કરવા હક્કાની નેટવર્કે સુપ્રીમ લીડર અખુંદજાદાને પતાવી નાખ્યો , મુલ્લા બરાદરને બંધક બનાવવામાં આવ્યો

HM News
Last updated: 21/09/2021 8:19 AM
HM News
4 years ago
Share
SHARE

– સત્તાની વહેંચણીને લઈને બરાદર ગ્રુપ અને હક્કાની નેટવર્ક વચ્ચેનો સંઘર્ષ લોહીયાળ બન્યો
– આ બેઠકમાં બરાદરને ગોળી વાગવાની વાત પણ સામે આવી હતી

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી તાલિબાનોની અંદર જ ફાટફૂટ પડી ગઈ છે.બ્રિટનના એક મેગેઝીને દાવો કર્યો છે કે, ખુરશીની લડાઈ માટે તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદજાદાની હત્યા કરવામાં આવી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે.સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના જ બે ગ્રૂપ હક્કાની નેટવર્ક અને તાલિબાન વચ્ચે થઈ રહ્યો છે.મેગેઝિન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરનું થયું છે.

બરાદર તાલિબાન સરકારમાં બિન-તાલિબાનને હક અપાવવા માંગે છે

બ્રિટનના મેગેઝિને તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સપ્ટેમ્બરમાં તાલિબાનના બંને જૂથ વચ્ચે બેઠક થઈ હતી.આ દરમિયાન એક વખત એવું પણ થયું કે,જ્યારે હક્કાની નેતા ખલીલ-ઉલ રહેમાન હક્કાની તેની ખુરશી પરથી ઉભો થયો અને તેણે બરાદરને મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું.બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન-તાલીબાની અને અલ્પસંખ્યકોને જગ્યા આપવા માટે દબાણ કરી રહ્યો હતો.જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે.

આ ઝપાઝપી પછી થોડા દિવસો માટે બરાદર થોડા દિવસો માટે ગુમ થઈ ગયો હતો અને થોડા સમય પછી તે કંધારમાં જોવા મળ્યો હતો.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી,જેનું સમર્થન પણ તેને મળ્યું હતું.જોકે બરાદર પર પ્રેશર નાખીને તેની પાસે વીડિયો મેસેજ બનાવવામાં આવ્યો હતો.મેગેઝિને દાવો કર્યો હતો કે, આ વીડિયોમાં એવુ લાગતું હતું કે બરાદરને બંધક બનાવવામાં આવ્યો હતો.

અખુંદજાદા વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હજી સુધી એ ખબર નથી પડી કે તે ક્યાં છે.તે ઘણાં સમયથી દેખાયો નથી અને ના તેણે કોઈ મેસેજ જાહેર કર્યો છે.આ સંજોગોમાં એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે, અખુંદજાદાનું મોત થઈ ગયું છે.તાલિબાને આ પહેલાં સત્તા માટે આવો સંઘર્ષ ક્યારેય નથી જોયો.તાલિબાન અને હક્કાની નેટવર્ક 2016માં એક થઈ ગયું હતું.

બરાદરનો પ્રયત્ન હતો કે, તાલિબાન એક અલગ છબિ રજૂ કરે જેને દુનિયા માન્યતા આપે, જ્યારે હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાનો પ્રોત્સાહન આપે છે.અફઘાનિસ્તાનમાં શરમાર્થિઓના મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની આતંકીઓની યાદીમાં સામેલ કર્યા છે.એક મુદ્દો એવો પણ છે કે, હક્કાનીનું સીધુ કનેક્શન પાકિસ્તાન સાથે છે.પાકિસ્તાન પણ તાલિબાન સરકારમાં હક્કાનીનો દબદબો ઈચ્છે છે જેથી તેના માટે પોતાના હેતુને પૂરો કરવો સરળ રહે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ પણ મળશે ઓન લાઇન
વડોદરા જિલ્લામાં ક્યારે નહિ જોયેલી સ્થિતીનું નિર્માણ, પાર્ટીના ત્રણ પ્રબળ દાવેદારો હવે સામે પડશે : મધુ શ્રીવાસ્તવનું છલકાયું દર્દ !
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને હજુ થોડા દિવસો ICUમાં જ રહેવું પડશે
સુપ્રિમ કોર્ટમાં થઇ રહી છે સુનાવણી….
પાટીલ પટેલ સમીકરણના ભડકા વચ્ચે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને જુથવાદ નડી જશે? હવે સૌરાષ્ટ્રમાં ભડાકો ?
Share This Article
Facebook Email Print
Previous Article લો આ રહી ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની ક્રાઈમ કુંડળી : મારામારી ,શાંતિભંગ અને ચેક બાઉન્સના નોંધ્યા છે ગુના !
Next Article સરકારી પગાર સાથે પ્રજાના પૈસે લીલાલહેર કરનારા પર પસ્તાળ : 105 કૌભાંડી અધિકારીની 140 કરોડની સંપત્તિ જપ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up