-અમુક બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવા એલાન
– કોંગ્રેસના નારાજ કોર્પોરેટરની ઔવેસી સાથે હોટલમાં બેઠક મ્યુનિ.કોર્પો.માં વિપક્ષપદ મેળવવા AIMIMની રાજકીય ચાલ
અમદાવાદ : આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવેસીએ ગુજરાતના આંટાફેરા શરૂ કર્યા છે.જોકે, અમદાવાદની મુલાકાત વેળાએ ઓવેસીએ યુપીના બાહુબલી ગેંગસ્ટર અતિક અહેમદને મળવા નક્કી કર્યુ હતું. પણ સાબરમતી જેલ સત્તાવાળાઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ઉપરાંત પોલીસે પણ ઐાવેસીને સાબરમતી જેલ જતાં અટકાવ્યા હતાં.સાથે સાથે રિવરફ્રન્ટથી સાબરમતી જેલ,પ્રેમ દરવાજાથી દરિયાપુર સહિત વિસ્તારમાં રોડ શો સુધૃધા રદ કરી દેવાયો હતો.
જોકે, કોંગ્રેસના નારાજ કોર્પોરેટરે પ્રદેશ નેતાઓ પર રાજકીય દબાણ લાવવા ઔવેસી સાથે બેઠક યોજી હતી જેના કારણે રાજકારણ ગરમાયુ છે.અસદુદ્દીન ઓૈવેસીની અમદાવાદ મુલાકાતને પગલે મતોમાં ધુ્રવિકરણની રાજકીય ચાલ સફળ થઇ છે કેમકે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષપદ મેળવવા આંતરિક ખેંચતાણ જામી છે.
મ્યુ.કોર્પોરેટર શહેઝાદ પઠાણે વિપક્ષપદ મેળવવા માંગ કરી છે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હજુ સુધી આ મામલે કોઇ વિચારણા કરી નથી. આજે નારાજ મ્યુનિ.કોર્પોરેટર શહેઝાદ પઠાણે ખાનપુર સિૃથત હોટલમાં ઓવેસી સાથે બેઠક યોજી હતી. અમદાવાદની મુલાકાતે આવેલા ઔવેસીને પોલીસે સાબરમતી જેલ જતાં અટકાવ્યા હતાં કેમ કે, તેઓ યુપીના ગંગસ્ટરને મળવા જેલની મુલાકાત લેવાના હતાં.આ ઉપરાંત રિવરફ્રન્ટ,સુભાષબ્રિજ,પ્રેમ દરવાજા,દરિયાપુર સહિતના વિસ્તારમાં રોડ-શો પણ કેન્સલ કરી દેવાયો હતો.આ કારણોસર ઔવેસીના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડયો હતો.સાંજના બદલે બપોરે જ ટાગોરહોલમાં કાર્યકર્તા સંમેલન યોજવુ પડયુ હતું.મોડી સાંજે ઔવેસી શાહઆલમ દરગાહની મુલાકાત લીધી હતી.


