By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ, યુવતીના ફોટો વાઇરલ કર્યાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ, યુવતીના ફોટો વાઇરલ કર્યાં
GeneralVadodara

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ, યુવતીના ફોટો વાઇરલ કર્યાં

HM News
Last updated: 21/09/2021 10:44 AM
HM News
4 years ago
Share
SHARE

ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે અને બળાત્કાર બાદ યુવતીના ફોટો વાઇરલ કર્યાં હતા.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંનેએ જમીનમાં 50ટકા ભાગ આપવાની અને કંપનીમાં સી.ઇ.ઓ. બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં યુવતી તાલીમ લઇ રહી હતી

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનલ(નામ બદલ્યું છે) શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે.યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે.યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે.આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો.તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી.

નશાયુક્ત પીણુ લાવીને યુવતીને પીવડાવ્યું

એક મહિના પહેલા અશોક જૈન સોનલના ફ્લેટ નીચે પહોંચ્યા હતા અને સોનલને જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરવાની છે. તેમ જણાવી સોનલને પોતાની કારમાં વાસણા રોડ પર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો.જ્યાં પહેલાથી હાજર રાજુ ભટ્ટ સાથે સોનલ અને અશોક જૈનએ મિટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીનને સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવી છે તે અંગે ચર્ચા કરી હતી.દરમિયાન અશોક જૈન રસોડામાં ગયા હતા અને નશાયુક્ત પીણુ લાવીને સોનલને પીવડાવ્યું હતું. ત્યારબાદ અશોક જૈને બે શુદ્ધ થઇ ગયેલી સોનલની શારીરીક છેડછાડ કરી હતી.

CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું

જોકે, સોનલે બુમરાણ મચાવતા અશોક જૈને તેને ઘરે રવાના કરી દીધી હતી.આ ઘટનાના પાંચ દિવસ બાદ અશોક જૈને સોનલને ફોન કરી સહારની ડીલ કરવાની છે.તેમ જણાવી તાત્કાલિક ઓફિસે બોલાવી હતી.ત્યારે અશોકે જે કંઈ પણ થયું છે તે ભૂલી જા. અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કંઈ પણ ફાયદો થશે તેમાં તને 50 ટકા ભાગ આપીશ અને રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે.તેમાં CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.

ઇન્વેસ્ટરે માર મારીને બળાત્કાર કર્યો

ત્યારબાદ ત્રણ દિવસ પછી અશોક ફરીથી યુવતીના ઘરે ટિફિન લઇ પહોંચ્યો હતો અને જબરદસ્તી યુવતીના ઘરમાં પ્રવેશ કરી યુવતીને મારમારી કપડાં ફાડી જબરદસ્તી શારીરક સંબંધ બાંધ્યો હતો.આ ઉપરાંત યુવતીને પોતાની હવસનો શિકાર કર્યાં બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરી દે તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ બીજા દિવસે ઇન્વેસ્ટર રાજુ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતીને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાઇરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.

નરાધમે કહ્યું: એક ઇન્વેસ્ટર છે. તેને ખુશ દે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 14 સપ્ટેમ્બરના રોજ અશોક જૈને સોનલને ફોન કરી ઓફિસ પર બોલાવી હતી અને અન્ય એક ઇન્વેસ્ટર છે. તેને ખુશ કરી દે.જેથી ડીલ થશે તેમાંથી 50 ટકા પ્રોફિટ તને આપી દઈશ તેમ જણાવ્યું હતું. ત્યારે આ બાબતે સોનલે ઇન્કાર કરી દીધો હતો.અશોકે પોતાના મોબાઈલમાં રહેલ અશોક અને રાજુ સાથેના યુવતીના બીભત્સ ફોટો તેમજ યુવતી પોતાના ફ્લેટમાં કેવી રીતે રહે છે તેનું રેકોર્ડિંગ હતું તે બતાવીને જો હું કહું છું તેમ નહીં કરે તો આ ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

યુવતીને માર મારી તેના ઘરે છોડી દીધી

ત્યારબાદ યુવતીને નજીકના અકોટાના રેસ્ટોરન્ટમાં લઇ ગયો હતો અને ત્યાં પણ યુવતીએ અશોકના કહ્યા મુજબનું કરવાનો ઇન્કાર કરતા અશોકે સોનલના બીભત્સ ફોટો સોનલના મિત્રને મોકલી આપ્યા હતા અને કારમાં જ યુવતીને માર મારી તેના ઘરે છોડી દીધી હતી.દરમિયાન સોનલે ઘરે જઇ તપાસ કરતા એ.સી.ની બાજુમાં લગાવેલ સ્પાઇ કેમેરા લગાવેલા મળી આવ્યા હતા.તે સમયે સોનલનો મિત્ર ઘરે આવ્યો હતો અને તેની સાથે ફોટો અંગે વાત કરતા સોનલે પોતાની સાથે વીતેલી સમગ્ર ઘટના જણાવી હતી.

દિલ્હી પહોંચ્યા બાદ નરાધમે યુવતીને ધમકાવી

ત્યારબાદ સોનલ થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી ગઈ હતી.જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે સોનલને ધમકાવી હતી.જેથી સોનલ પરત દિલ્હી ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના મલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયન જાસૂસ લિત્વિનેન્કોના મૃત્યુ માટે રશિયા જવાબદાર : યુરોપિયન કોર્ટ
Next Article ટેક્સટાઇલ કંપની પર ઇનકમ ટેક્સના દરોડા, કરોડોના કાળા ધનને લઇને થયો આ ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up