સુરત જિલ્લા એલ.સી.બી.માં ફરજ બજાવતા છ જેટલા કર્મચારીઓને જિલ્લા હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવી હતી.જ્યારે અન્ય નવ પોલીસકર્મીની જિલ્લા પોલીસ વડાએ નિમણૂક કરી છે.ઘણા લાંબા સમયથી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફેરફારની અટકળો ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો હતો.
નવા નવ પોલીસકર્મીઓની કરવામાં આવેલી નિમણૂક પૈકી કડોદરા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ અશ્વિન ચીમન,મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઇ ભમરસિંહ સારંગજીભાઈ,બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ ભાવેશભાઈ જેરામભાઈ,ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સટેબલ ભરતભાઇ ગાભાભાઈ,બારડોલી પોલીસ સ્ટેશનના પો.કો. વિરલ રમેશ, ઉમરપાડાના પો.કો. યોગેશ શ્રવણ, કામરેજ પોલીસ મથકના એએસઆઇ નરેશ રમણ,પલસાણાના હેડ કોન્સ્ટેબલ અમ્રુત રાઘવજી અને ઓલપાડના હેડ કોન્સ્ટેબલ પ્રકાશ વાલજીની નિમણૂક કરવામાં આવી હતી.જ્યારે અત્યાર સુધી ફરજ બજાવતા પોલીસકર્મીઓનો હેડ ક્વાટર ખાતે ઓર્ડર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
એક જમાદારનું LCBમાં આવવાનું સપનું રોળાયું
સુરત જિલ્લાના વર્ષો જૂના એક પોલીસકર્મી એલસીબીમાં આવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા.જેને લઈને એલસીબીમાં ફેરફાર લંબાઈ ગયો હોવાનું ચર્ચાય રહ્યું છે.જો કે જિલ્લા પોલીસ વડાએ એલસીબીમાં આવવા થનગની રહેલા પોલીસ જમાદારની બાદબાકી કરી દેતાં તેનું એલસીબીમાં સપનું ચકનાચૂર થઈ ગયું છે.
LCB માથી આ પોલીસકર્મીઓની હેડક્વાર્ટર બદલી
એ.એસ.આઈ. મુકેશ જયદેવ
હે.કો. ચિરાગ જયંતિલાલ
હે.કો. વિક્રમ સંગ્રામભાઈ
હે.કો. હરસુર નાનજી
હે.કો. અનિલ રામજી
હે.કો. કીર્તિગિરી ચેતનગીરી


