વલસાડ : વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસે એક નબીરાને ઝડપી પાડ્યો છે.આ બનીરો પેટ્રોલ પંપ પર પોતાની કારની ફૂલ કરાવ્યા બાદ પૈસા આપ્યા વગર ભાગી જતો હતો.આ રીતે તેણે આઠ વખત પેટ્રોલ પંપના માલિકોને ચૂનો લગાવ્યો હતો. ધવલ જાડેજા નામનો નબીરો મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર આવી જ રીતે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો.જે બાદમાં પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસે પીછો કર્યો હતો.ભીલાડ પોલીસે આરોપીને નાકાબંધી કરીને દબોચી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા નામનો વ્યક્તિ સુખી અને સંપન્ન પરિવારમાંથી આવે છે.હરવા-ફરવા અને મોજશોખથી ટેવાયેલો ઘવલ મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે.જોકે, તેની કરતૂતો કોઈ ગુનેગાર જેવી છે.ધવલની કરતૂતો સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.ધવલ ગાડીમાં ડીઝલ ભરાવવા માટે મોટાભાગે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ પર જાય છે. કાળા કાચ વાળી ગાડીનો ઉપયોગ કરતો ધવલ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા જાય તે પહેલાં ગાડીની નંબર પ્લેટ પર કપડું ઢાંકી દેતો હતો.પેટ્રોલ પંપો પર ગાડી ટાંકી ફૂલ કરાવ્યા બાદ તે બીલ ચૂક્યા વગર જ ફરાર થઈ જતો હતો.મળતી માહિતી પ્રમામે અત્યારસુધી ધવલ જાડેજા નામના નબીરાએ નવથી વધારે પેટ્રોલ પંપો પર આ રીતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. ભીલાડ પોલીસે નબીરાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ધવલ જાડેજા વલસાડ જિલ્લાના ઉદવાડા અને ગુજરાત અને મહારાષ્ટ્રની ઉપર આવેલા મહારાષ્ટ્રના તલાસરી અને આસપાસના વિસ્તારના પેટ્રોલ પંપોને આવી રીતે નિશાન બનાવતો હતો.આ કેસમાં પોલીસે અત્યારસુધી આરોપીએ જે પેટ્રોલ પંપો પર ગુના આચર્યા છે તે પેટ્રોલ પંપોના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. હજુ પણ આગામી તપાસમાં આરોપીએ આ રીતે કેટલા પેટ્રોલ પંપના માલિકોને શિકાર બનાવ્યા છે તેન માહિતી પ્રકાશમાં આવી શકે છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ગાડીની ટાંકી ફૂલ કરાવીને ફરાર થઈ જતો નબીરો પોલીસના હાથે ઝડપાઈ જતાં હાલ પેટ્રોલ સંચાલકોની સાથે સાથે પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.ધવલ બિલ્ડિંગ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો છે.તે પોતાની Endeavour કારમાં ડીઝલ ભરાવીને ફરાર થઈ જતો હતો.આ મામલે તેની સામે નંદીગામ પેટ્રોલપંપ પર 59 લીટર ડીઝલ ભરાવી રૂપિયા રકમ ચૂકવી ન હોવાની ફરિયાદ ભીલાડ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ મામલે પોલીસે તપાસ કરી હતી.જે અનુસંધાને પેટ્રોલ પંપના સીસીટીવીને તપાસ કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસને એવી બાતમી મળતી હતી કે પેટ્રોલ પંપને ચૂનો લગાડનાર નબીરો ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા છે.જે બાદમાં પોલીસે તેની અટકાત કરી લીધી હતી.