– મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર મની લોન્ડરિંગનો થયો છે કેસ
– મની લોન્ડરિંગ કેસમાં પરમબીર સિંહની થઇ રહી છે પુછપરછ
– CIDએ લુકઆઉટ નોટિસ પાઠવી, થઇ રહી છે તલાશ
મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ક્યાં છે તે અત્યારે જાણી શકાયું નથી. એવા સમાચાર મળી રહ્યા છે કે તે દેશ છોડીને રશિયા ભાગી ગયા છે.આ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે કહ્યું કે તપાસ એજન્સીઓને પરમબીર સિંહ ક્યાં છે તે વિશે કોઈ માહિતી નથી.
4 FIR દાખલ કરવામાં આવી
પરમબીર સિંહ વિરૂદ્ધ બળજબરી પૂર્વક વસુલી કરવાના આરોપમાં 4 FIR નોંધવામાં આવી છે.તેમણે મહારાષ્ટ્રના પૂર્વ ગ્રહ મંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓને હોટલ અને બાર માલિકો પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.દેશમુખે આ આરોપને નકાર્યો હતો અને પાછળથી રાજીનામું ધરી દીધુ હતુ.
કેન્દ્ર પર મદદનો આરોપ
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલે સવાલ ઉઠાવ્યા છે કે શું મુંબઇના પૂર્વ પોલીસ પરમબીર સિંગને દેશ છોડીને ભાગવામાં કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે.કેન્દ્રીય તપાસ પંચ એજન્સીએ પરમબીર સિંહ દેશ છોડી નાશી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
વિદેશ યાત્રા પર પ્રતિબંધ
વાલ્સે પાટિલે જણાવ્યુ કે પરમ બીર સિંહ ક્યાં છે તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.આ અભિયાનને પાર પાડવા માટે કેન્દ્ર સરકારની મદદ લેવામાં આવી રહી છે.આમારા અધિકારીઓ કેન્દ્ર સાથે સમન્વય કરી રહ્યા છે.શક્યતા છે કે તેઓ ભારતથી ભાગી છુટ્યા છે નિયમો અનુસાર કોઇ પણ કર્મચારી હોય કે પછી મુખ્યમંત્રી દેશ છોડી જતા પહેલા તેમને પરમિશન લેવી ફરજીયાત છે. સિંહે ક્યારેય વિદેશ યાત્રાની પરવાનગી લીધી જ નથી.
આકરા પાણીએ સરકાર
આ સિવાય વાલ્સે પાટિલે જણાવ્યુ કે નિયમો અનુસાર જ્યારે કોઇ કર્મચારી બીમારીનું બહાનું ઘરે તો તેણે હાલ ક્યા છે તે દર્શાવવું પડે છે.પરમબીર સિંહે પોતાના નિવાસ સ્થાનને લઇને સરકારને સૂચિત કર્યા નથી.હવે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

