મુંબઈ: બોલીવુડમાં હાલ ડ્રગકાંડનો ફફડાટ છે. નાર્કોટીક બ્યુરો કોને કયારે બોલાવે તે ખબર નથી અને ભૂતકાળમાં ડ્રગકાંડમાં જેઓના નામ આવી ગયા છે.તેઓની ચિંતા તો વધુ છે જ તેમાં અભિનેત્રી સારાઅલીખાનનો પણ સમાવેશ થાય છે જે અગાઉ સુશાંતસિંહ આત્મહત્યા બાદ જે ડ્રગકાંડ ચગ્યું હતું.તે સમયે પુછપરછનો સામનો કરી ચૂકી છે પણ ગઈકાલે તેણે ખુદને સલામત બનાવી પણ લીધી તેવું નેટીઝન એ તેને ટ્રોલ કરતા કહ્યું.ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદીન હતો અને સારાએ ટવીટર પર શાહને જન્મદીનની મુબારક બાદી આપી પણ દીધી અને પછી નેટ પર જામી પડી તે જબરજસ્ત ટ્રોલ થઈ હતી અને કહેવાયું કે સારાનું નામ નાર્કોટીકની રેઈડ લીસ્ટમાં છે જ પણ હવે તે સેઈફ ઝોનમાં આવી ગઈ છે.મોટાભાઈ જ તેનું ધ્યાન રાખજો અને એ પણ સ્વીકાર્યુ કે નાર્કોટીક ઝીંદાબાદ બાકી અત્યાર સુધી કોણ બોલીવુડમાંથી દેશના ગૃહમંત્રીને જન્મદીનની મુબારક બાદી આપતું હતું!

