By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આર્યન ડ્રગ કેસ : પ્રભાકર સાઈલે પૈસા લઈને સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા? સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી આ વાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આર્યન ડ્રગ કેસ : પ્રભાકર સાઈલે પૈસા લઈને સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા? સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી આ વાત
GeneralNational

આર્યન ડ્રગ કેસ : પ્રભાકર સાઈલે પૈસા લઈને સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા? સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી આ વાત

HM News
Last updated: 26/10/2021 6:15 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે.કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. જેમા જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાકર સાઈલે પૈસા લઈને આ કામ કર્યું છે.

ભાજપના નેતાએ શેર કર્યો સ્ટિંગ ઓપરેશનનો વીડિયો

સ્ટિંગ ઓપરેશનનો વીડિયો ભાજપના નેતા મોહિત કંબોજએ ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યુ છે, નોટરી રામજી ગુપ્તાનું સ્ટિંગ ઓપરેશન.રામજીએ કહ્યું કે ‘પ્રભાકર સાઈલે કિરણ ગોસાવી પાસેથી પેસા માટે આ બધુ કર્યું છે.તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મિયા નવાબ અને મનોજ તેની પાછળ છે.’

સ્ટિંગ ઓપરેશનમાં શું છે?

મોહિત કંબોજે દાવો કર્યો છે કે આ સ્ટિંગ નોટરી રામજી ગુપ્તા છે. જેઓ કહી રહ્યા છે કે કિરણ ગોસાવી પાસે પ્રભાકર સાઈલે પૈસા માંગ્યા હતા કારણ કે તેના ત્યાં તે
બોડીગાર્ડ હતો અને તેને લઈને આ બધુ થયું છે.

String Operation of Notary Ram Ji Gupta :
Ram ji says #PrabhakarSail Has Done All This For Money From Kiran Gosavi !
Clearly saying मियाँ Nawab and Manoj is Behind This !#AryanKhan https://t.co/XyzphQE2Xb pic..com/FMGYvquQ2r

– Mohit Bharatiya ( Mohit Kamboj ) (@mohitbharatiya_) October 26, 2021

એનસીપી નેતા નવાબ મલિકનો નવો દાવો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે.લેટર શેર કરતા નવાબ મલિકે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે હું આ પત્ર ડીજી નાર્કોટિક્સને ફોરવર્ડ કરી રહ્યો છું અને તેમને ભલામણ કરું છું કે આ પત્રને સમીર વાનખેડે પર થઈ રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે.

Here are the contents of the letter received by me from an unnamed NCB official.
As a responsible citizen I will be forwarding this letter to DG Narcotics requesting him to include this letter in the investigation being conducted on Sameer Wankhede pic..com/SOClI3ntAn

– Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021

નવાબ મલિકે પહેલા લગાવ્યો હતો ધર્મ બદલવાનો આરોપ

આ અગાઉ એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર નકલી કાસ્ટ સર્ટિફિકેટ દેખાડીને આઈઆરએસ અધિકારી બનવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે એનસીબી અધિકારી સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેનું અસલ નામ સમીર દાઉદ વાનખેડે છે.નવાબ મલિકે બર્થ સર્ટિફિકેટ જેવો દેખાતો એક ડોક્યૂમેન્ટ પણ શેર કર્યો અને લખ્યું હતું કે સમીર દાઉદ વાનખેડે નો ફ્રોડ અહીંથી શરૂ થયું.

સમીર વાનખેડેએ પણ આપ્યો જવાબ

એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પણ નવાબ મલિકના આરોપ પર જવાબ આપ્યો હતો.એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર મારા સંબંધિત કેટલાક ડોક્યૂમેન્ટ શેર કર્યા અને લખ્યું કે સમીર દાઉદ વાનખેડેનો ફ્રોડ અહીંથી શરૂ થયું.તેમણે કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે મારા પિતા જ્ઞાનદેવ કચરુજી વાનખેડે 30.06.2007 ના રોજ રાજ્ય આબકારી વિભાગ,પુણેના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના પદેથી રિટાયર થયા હતા.મારા પિતા એક હિન્દુ છે અને મારા સ્વર્ગીય માતા ઝહીદા એક મુસ્લિમ હતા.હું ધર્મનિરપેક્ષ પરિવાર સાથે સંબંધ ધરાવું છું અને મને મારા વારસા પર ગર્વ છે.મે ડો.શબાના કુરૈશી સાથે 2006માં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્ન કર્યા હતા.અમે બંનેએ વર્ષ 2016માં સિવિલ કોર્ટના માધ્યમથી તલાક લીધા અને વર્ષ 2017ના અંતમાં મે ક્રાંતિ દીનાનાથ રેડકર સાથે લગ્ન કર્યા.

સમીર વાનખેડેએ કહ્યું કે ટ્વિટર પર મારા અંગત દસ્તાવેજોનું પ્રકાશન માનહાનિ છે અને મારી પરિવારિક ગોપનિયતા પર બિનજરૂરી આક્રમણ છે.તેનો હેતુ મારા,મારા પરિવાર,મારા પિતા અને મારી દિવંગત માતાને બદનામ કરવાનો છે.છેલ્લા કેટલાક દિવસોમાં માનનીય મંત્રીજીના કૃત્યોએ માર અને મારા પરિવાર પર માનસિક તથા ભાવનાત્મક દબાણ નાખ્યું છે.

સજ્જુ કોઠારી ગેંગની રાંદેરના જમીન દલાલને ધમકી : હવે તારી પાસે બે જ રસ્તા છે, તુ બે કરોડ રૂપિયા આપી દે અથવા આત્મહત્યા કરી લે
મહારાષ્ટ્રમાં CM ઉદ્ધવે ઠાકરેએ હથિયાર હેઠાં મુક્યાં, રાજીનામું આપી વિધાનસભા વિસર્જનની ભલામણ કરવાના મૂડમાં
5Gના પ્રથમ પેમેન્ટ પેટે ટેલિકોમ કંપનીઓ DoTને ચૂકવશે રૂ. 13500 કરોડ
PM મોદીએ CR પાટીલને કાનમાં શું સંદેશ આપ્યો ? જાણો રાજકીય પટલ પર ઈલેક્શન અગાઉની એક્શન
૧લી ઓકટોબરથી હવે ઇનવોઇસ જીએસટીની વેબસાઇટ પરથી બનાવવા ફરજિયાત
Share This Article
Facebook Email Print
Previous Article વાનખેડેએ એક દલિતનો હક છીનવ્યો, નવાબ મલિકે ફરી કર્યા આક્ષેપ
Next Article કુરાન પર હાથ મુકીને બોલી બાબર આઝમની ગર્લફ્રેંડ, 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો પાકિસ્તાની કપ્તાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up