– આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી
– પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી લડશે કેસ
– એનસીબીની ટીમ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓની જામીન અરજીનો કરશે વિરોધ
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે.મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ – બંનેએ ફગાવી દીધી છે,ત્યારે બોમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજી કરવામાં આવી,જેની સુનાવણી આજે થવાની છે.
NCBના નામે આર્યને ચેટમાં મિત્રને ધમકી આપી
એનસીબી પાસે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ છે.જેના આધારે અનન્યાની ત્રણ વાર પૂછપરછ કરવામાં આવી છે.ગ્રુપ ચેટનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે,જેમાં આર્યન ‘કોકેન ટૂમોરો’નો પ્રસ્તાવ આપી રહ્યો છે.જયારે એક ચેટમાં આર્યન ‘NCB’ના નામે તેના મિત્રોને ધમકાવતો પણ જોવા મળ્યો.
આર્યન વતી મુકુલ રોહતગી કોર્ટમાં પક્ષ રાખશે
ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આજે બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાન વતી હાજર થશે.જામીન અરજીની સુનાવણી દરમિયાન મુકુલ રોહતગી આર્યન ખાનના મુખ્ય વકીલ તરીકે સતીશ માનશિંદે સાથે કોર્ટમાં હાજર થશે.અમિત દેસાઈ પણ આર્યનનો કેસ લડી ચુક્યા છે.બીજી તરફ એનસીબીની ટીમ આર્યન ખાન સહિત અન્ય તમામ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરશે.હવે જોવું એ રહ્યું કે આર્યનને આજે જામીન મળે છે કે નહીં.
જણાવી દઈએ કે એનસીબીએ આર્યન ખાનની 2 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં યોજાનારી ડ્રગ્સ પાર્ટીમાં NCBએ દરોડો પાડ્યો અને ત્યાંથી આર્યન ખાન,અરબાઝ મર્ચન્ટ,મુનમુન ધામેચા સહિત 8 લોકોની ધરપકડ કરી.જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું.પરંતુ એનસીબી દ્વારા આર્યન પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

