ચંદીગઢ, તા. 5. નવેમ્બર : હરિયાણાના ગુરુગ્રામમાં જે આઠ જગ્યાએ ખુલ્લામાં નમાઝ પઢવા પર રોક લગાવાઈ છે તેમાંની એક જગ્યા પર આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ગોવર્ધન પૂજાનુ આયો્જન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામમાં પહેલા 37 જગ્યાઓ પર નમાઝ પઢવા માટે મંજૂરી અપાઈ હતી પણ સ્થાનિક લોકોના વિરોધના કારણે આ પૈકીની કેટલીક જગ્યાઓ પર નમાઝ પઢવા માટેની મંજૂરી રદ કરવામાં આવી છે.આ પૈકીની એક જગ્યા ગુરુગ્રામના સેક્ટર 12માં આવેલી છે.અહીંયા આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોવર્ધન પૂજાના કાર્યક્રમનુ આયોજન કરાયુ છે.ઉલ્લેખનીય છે કે, નમાઝ પઢવા માટેની જે જગ્યાઓ છે તે પૈકીની આઠ જગ્યાઓ પર હવે પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે.

