– અભિનેત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
મુંબઈ : અભિનેત્રી પૂનમ પાંડેની મારપીટ કરવાના આરોપસર બાંદરા પોલીસ પૂનમના પતિ સેમ અહેમદ બોમ્બેની ધરપકડ કરી હતી.સેમની પહેલી પત્ની અલવિરા સાથે બોલતી હોવાનો ગુસ્સો મનમાં રાખી સેમે મારપીટ કરી હોવાનો આરોપ કરી પોલીસમાં ફરિયાદ કરી હતી.
સેમએ પૂનમના વાળ પકડી તેનું માથું ભિંત પર અફાળ્યું હતું. તેમજ તેના ચહેરા પર માર્યું હતું જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને આંખમાં દેખાવાનું ઓછું થઈ ગયું હતું.આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી પૂનમ હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ હતી.આ ઘટના બાદ બાંદરા પોલીસે ગુનો નોંધી પૂનમના પતિ સેમ બોમ્બેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આવું પહેલીવાર નથી બન્યું કે પૂનમ પાંડેએ પતિ સામે ફરિયાદ કરી હોય આ પહેલા આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લગ્નના થોડા દિવસ બાદ જ પૂનમે સેમ પર શોષણ અને ધમકી આપવાનો આરોપ કર્યો હતો.આ ઘટના સમયે દંપતિ ગોવામાં હતું અને ગોવાની કોર્ટે સેમને શરતી જામીન આપ્યા હતા.ત્યારબાદ દંપતિ વચ્ચે ફરીથી સુલેહ થઈ ગઈ હતી.