અમદાવાદમાં સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સાલ હૉસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે IT નું સર્ચ ચાલી રહ્યું છે.આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે થઈ તપાસ રહી છે.અહીં મુંબઈ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે.જો કે ચોંકાવનારી વાત એ છે કે,ગુજરાતમાં તપાસ ચાલી રહી છે ત્યારે પહેલીવાર IT ની ટીમમાં ગુજરાતનો કોઈ અધિકારી સામેલ નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે.દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે.આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે.તો બીજી તરફ, ગઈકાલે અમદાવાદ આઈટી વિભાગની કાર્યવાહીમાં અમદાવાદના જાણીતા રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા છે.આઈટીની ટીમે 8.30 કરોડના દાગીના, 1.80 રોકડા જપ્ત કર્યા છે.ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા.રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા.

