By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વોડાફોન આઈડિયાએ AGR પેટે રૂ3354 કરોડ ચૂકવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > વોડાફોન આઈડિયાએ AGR પેટે રૂ3354 કરોડ ચૂકવ્યા
BusinessGeneral

વોડાફોન આઈડિયાએ AGR પેટે રૂ3354 કરોડ ચૂકવ્યા

HM News
Last updated: 17/03/2020 11:16 AM
HM News
5 years ago
Share
SHARE

આ રીતે કંપનીએ એજીઆર ડ્યૂ પેટે મુદ્દલ રકમ સંપૂર્ણપણે ચૂકવી દીધી છે
એજન્સી > નવી દિલ્હી

ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની વોડાફોન આઈડિયાએ સોમવારે કહ્યું હતું કે તેણે એડજસ્ટે ગ્રોસ રેવન્યૂ(AGR) પેટે ટેલિકોમ વિભાગને ચૂકવવાપાત્ર રકમ પૈકી વધુ ~3354 કરોડ ચૂકવ્યા છે. તેણે કહ્યું હતું કે આ સાથે તેણે સેલ્ફ-એસેસમેન્ટને આધારે કરેલી ગણતરી મુજબ મુદ્દલ રકમ સંપૂર્ણપણે ચૂકવી દીધી છે. વોડાફોન આઈડિયાએ આ વધુ રકમ સાથે કુલ AGR પેટે ~6854 કરોડ ચૂકવ્યા છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરતા કહ્યું હતું કે તેણે સોમવારે વધુ ~3354 કરોડની ચૂકવણી કરી દીધી છે, જે મુદ્દલ રકમ પેટે બાકી છેલ્લી રકમ હતી. આ રીતે કંપનીએ એજીઆર ડ્યૂ પેટે મુદ્દલ રકમ સંપૂર્ણપણે ચૂકવી દીધી છે. જોકે ટેલિકોમ વિભાગે કરેલી ગણતરી મુજબ વોડાફોન આઈડિયાએ AGR પેટે ~53,000 કરોડ ચૂકવવાના થાય છે, જેમાં વ્યાજની રકમ, પેનલ્ટી અને પેમેન્ટમાં વિલંબ પર લાગતા વ્યાજનો સમાવેશ છે. કંપનીએ કહ્યું હતું કે ટેલિકોમ વિભાગે તેને સેલ્ફ-એસેસમેન્ટને આધારે પેમેન્ટ કરવા કહ્યું હતું, જે મુજબ વર્ષ 2006-07થી 2018-19 સુધીના ગાળામાં તેણે AGR પેટે ~6854 કરોડની મુદ્દલ રકમ આપવાની થતી હતી.

શ્રદ્ધાના હત્યારાને ફાંસી અપાવવા પોલીસે કરી જડબેસલાક તૈયારી
હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભારતીય શેરબજારને કોરોના સંક્રમણ થકી ૧૭૦૭ પોઈન્ટનો કડાકો…!!!
અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
વેપાર-ધંધાનો સમય વધશે : રાત્રી કર્ફયુ યથાવત રહેવાના એંધાણ
Share This Article
Facebook Email Print
Previous Article કોર્ટમાં ચીની રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ થઇ, વાયરસ પેદા કરી દુનિયામાં ફેલાવી દીધો
Next Article ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદરઃ RBIએ રેટ ન ઘટાડતા નિરાશા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up