– ગુજરાત રાજ્ય કક્ષાની સબ જુનિયર કેડેટ, જુનિયર અંડર-21 કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ
ભુજમાં યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ અંકલેશ્વરનો સ્પર્ધકોનો ડંકો, કુલ 17 મેડલ અંકે કર્યા

ભુજ ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પિયનશિપ અંકલેશ્વર નો ડંકો વાગ્યો હતો.અંકલેશ્વર ના વિદ્યાર્થીઓ એ 4 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ 11 બ્રોન્ઝ મેડલ જીતી અંકલેશ્વર નું નામ સ્ટેટ લેવલ પર ચમકાવ્યું હતું ગુજરાત રાજ્ય સબ-જુનિયર,કેડેટ/જુનિયર/અંડર-21 કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી.
ગુજરાત રાજ્ય સબ-જુનિયર/કેડેટ/જુનિયર/અંડર-21 કેટટે ચેમ્પિયનશિપ.કરાટે ડો ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત KDFG દ્વારા માન્યતા પ્રાપ્ત:યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ (ગુજરાત સરકાર) KDF સભ્ય અને કરાટે ઇન્ડિયા સંસ્થા કાઇઓ સભ્ય ના સભ્યો એશિયન કરાટે ફેડરેશન વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા યજમાન કરવામાં આવી હતી.
કરાટે અસોસિએશન ઓફ કચ્છ ભુજ દ્વારા ભુજ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના રાકેશ કુશવાહા ના વિદ્યાર્થી ઓએ 4 ગોલ્ડ મેડલ 2 સિલ્વર મેડલ 11 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.KDF PRISENDENT કયોષી કલ્પેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ રમતવીરો રાકેશ કુશવાહાતૈયાર કર્યા હતા.જેવો આ સિદ્ધિ મેળવી હતી.
Leave a Comment