-ઘણી ચાઇનીઝ કંપનીઓ પર પેનલ્ટી લાદવાની પણ તૈયારી
નવી દિલ્હી : બાઇડેન સરકારે ગુરુવારે ચીનની સરકાર દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં ઉઇઘર મુસ્લિમો પર તાજેતરના પગલાંથી માનવ અધિકારના ઉલ્લંઘનને પગલે ચીનની ઘણી બાયોટેક અને સર્વેલન્સ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યા છે.વાણિજ્ય વિભાગે ચીનની એકેડેમી ઓફ મિલિટરી સાયન્સિસ અને તેના ૧૧ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સને ટાર્ગેટ કરી છે.આ ઇન્સ્ટિટ્યુટ્સ ચીનના લશ્કરને ટેકો આપવા બાયોટેક્નોલોજીના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એક વરિષ્ઠ વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ઘણી ચાઇનીઝ એન્ટિટી પર પેનલ્ટી લાદવાની તૈયારીમાં છે.અમેરિકન ઇન્ટેલિજન્સ વિભાગ અનુસાર ચીનની સરકારે શિનજિયાંગ પ્રાંતમાં હાઇ-ટેક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી છે,જે બાયોમેટ્રિક ચહેરાની ઓળખનો ઉપયોગ કરે છે અને તેણે ૧૨થી ૬૫ વર્ષના તમામ રહેવાસી પાસેથી ડીએનએ સેમ્પલ્સ મેળવ્યા છે.જેનો મુખ્ય હેતુ શિનજિયાંગ પ્રાંતના ઉઇઘર મુસ્લિમોને દબાવવાનો વ્યવસ્થિત પ્રયાસ છે.વ્હાઇટ હાઉસે બેઇજિંગમાં યોજાનારી આગામી વિન્ટર ઓલિમ્પિક્સનો રાજદ્વારી બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી હતી.બાઇડેન સરકારે ચાલુ સપ્તાહે જણાવ્યું હતું કે,અમેરિકામાં શિનજિયાંગથી આયાત કરાતી ચીજો પર પ્રતિબંધના કાયદાને પણ તે ટેકો આપે છે.