[weather_data]
Breaking News
TRENDING NEWS

રાજકોટ : પેસેન્જર ભરેલી ખાનગી બસને જેતપુર NH પર નડ્યો અકસ્માત, લોકોની નીકળી ગઈ ચીસો

[updated_date] [post_views]

Table of Content

– ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી.સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી.

રાજકોટ : જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે.ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.ચરખડીના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી.સીટી રાઈડ બસ પલ્ટી મારતા અનેક મુસાફરોને ઇજા પહોંચી છે.અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોએ રાડા-રાડ કરી મુકી હતી.

ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યા.નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ 108 સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જાણવા મળતી વિગત અનુસાર 10 થી 15 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માતના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ : બોરસદમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ મકાનમાં ધુસી ગઈ હોવાની ઘટના સામે આવી છે.સંસ્કાર નગરી સોસાયટીના રહેણાંક મકાનમા ધડાકાભેર બસ ઘુસી ગઈ હતી.આ ઘટનામાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી.મકાનની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. જોકે,આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં બસનો અકસ્માત જોઇ શકાય છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles