પટના, તા. 31. ડિસેમ્બર, 2021 શુક્રવાર : પિયુષ જૈન બાદ અત્તરના વધુ એક વેપારી તેમજ સમાજવાદી પાર્ટીના નેતા પુષ્પરાજ જૈનના ઘરે આઈટીની ટીમ દરોડા પાડવા માટે પહોંચી ગઈ છે.આઈટીની ટીમે પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મી જૈનના કન્નૌજ સ્થિત ઘર ઉપરાંત છેક મુંબઈ અને ગુજરાત સુધી દરોડા પાડ્યા છે.સપાના નેતા અને એમએલસી એવા પુષ્પરાજ જૈન અખિલેશ યાદવની નિકટના મનાય છે.તેમણે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યુ હતુ.પુષ્પરાજ જૈન કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપોના પણ માલિક છે.આ સિવાય તેમની એગ્રિકલ્ચર,રિયલ એસ્ટેટ,ફાઈનાન્સ અને કન્સ્ટ્રક્શન કંપનીઓ પણ રજિસ્ટર થયેલી છે.તેઓ 2016માં એમએલસી બન્યા હતા.તેમનો કાર્યકાળ માર્ચ 2022માં ખતમ થઈ રહયો છે.1950માં તેમના પિતાએ બિઝનેસની શરુઆત કરી હતી.બાર દેશોમાં તેમનો અત્તરનો વેપાર ફેલાયો છે.
2016ના ચૂંટણી સોગંદનામા પ્રમાણે પુષ્પારાજ જૈન અને તેમના પરિવાર પાસે 48.15 કરોડની સંપત્તિ છે.પુષ્પરાજ જૈનનો કોઈ ગુનાઈત રેકોર્ડ નથી.તેઓ બારમા ધોરણ સુધી ભણ્યા છે.સમર્થકોમાં તે એક ઉદાર અને પરોપકારી વ્યક્તિ તરીકે ઓળખાય છે.

