By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તને દૈવી સ્વરૂપ આપીશ, પણ તારે થોડો ભોગ આપવો પડશે : પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > તને દૈવી સ્વરૂપ આપીશ, પણ તારે થોડો ભોગ આપવો પડશે : પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો
GeneralGujarat NowVadodara

તને દૈવી સ્વરૂપ આપીશ, પણ તારે થોડો ભોગ આપવો પડશે : પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો

HM News
Last updated: 18/03/2020 9:09 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. છેતરપીંડિના ગુનાથી શરૂ થયેલ પ્રશાંત ઉપાધ્યાયની કાળી કરતૂતો એક બાદ એક સામે આવી રહી છે. મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં પ્રશાંત ઉપાધ્યાય સામે 7 વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. દૈવી સ્વરૂપ આપી દેવાની લાલચે પ્રશાંતે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાએ જણાવ્યું કે, મહિલા અને તેના પતિ પ્રશાંત ઉપાધ્યાના સત્સંગમાં આવતા હતા. આ સમયે ફેમિલી પ્રોબ્લેમ હોવાથી મહિલાએ તે અંગે પ્રશાંત ઉપાધ્યાયને વાત કરી હતી. જે બાદ પ્રશાંતે તેના દરેક પ્રોબ્લમ સોલ્વ કરી દેવાની વાત કહી હતી. સાથે જ પ્રશાંતે મહિલાને કહ્યું હતું કે, હું તને દૈવી સ્વરૂપ આપી દઈશ, પણ તેના માટે તારે થોડો ભોગ આપવા કહ્યું હતું.

પ્રશાંત ઉપાધ્યાય મહિલાને રાત્રે વોટ્સએપ કોલ કરીને મળવા માટે બોલાવી હતી. મહિલા પોતાના સંતાનોને સુવડાવી દઈ ગોત્રીમાં આવેલાં પ્રશાંત ઉપાધ્યાયના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં એક મહિલા સાધકે મહિલાને કહ્યું હતું કે, ગુરૂજી તમને ઉપરનાં માળે બોલાવે છે. જે બાદ મહિલા ઉપર પહોંચતાં જ પ્રશાંતે રૂમ બંધ કરી દીધો હતો. જે બાદ તેણે મહિલાને પોતાની વાતોમાં ફસાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બાદમાં તેની સાથે શરીરસુખ માણ્યું હતું.

પ્રશાંતે મહિલા સાથે સાત વખત દુષ્કર્મ આચર્યો હતો. અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેને ગર્ભ રહી ન જાય તે માટે ધમકી આપી દવા આપતો હતો. 2016થી ડિસેમ્બર 2019 સુધી પ્રશાંતે મહિલા સાધક સાથે સાત વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રશાંત વિરુદ્ધ છેતરપીંડિ સહિત વિવિધ ગુનાઓ નોંધાયેલાં છે. જેને કારણે હાલ તે રિમાન્ડ ઉપર છે. અને જેલની બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યો છે. તેવામાં પ્રશાંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હવે તેની મુશ્કેલીઓમાં વધારો થશે.

ઉ. પ્રદેશમાં ભગવાન રામ બાદ હવે શ્રી કૃષ્ણના નામે રાજકારણ વધ્યું
GST બોગસ બિલિંગ કૌભાંડ : કૌભાંડીઓના ગોડફાધર સાથે GSTના બે અધિકારીઓની હોટલમાં ગુપ્ત મીટીંગ!
મુંબઇની 269 અનધિકૃત શાળાઓમાં બાળકોનું એડમીશન નહિ લેવા પાલિકાની અપીલ
ગૌતમ અદાણી કંઈ મોટું કરવા જઈ રહ્યા છે? શોધી રહ્યા છે M&A ચીફ
ભાજપના પોસ્ટર બોય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ડેડીયાપાડામાં રોડ શો, હિતેશ વસાવાને જીતાડવાની અપીલ કરી
Share This Article
Facebook Email Print
Previous Article ‘વેચાયેલો માલ પરત ના લેતા’ : જિજ્ઞોશ મેવાણી
Next Article રાજ કુંદ્રાને થપ્પડ મારી કહ્યું-‘ઓકાતમાં રહેજે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up