- ગઈકાલે દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે.તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.પોતાના ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.આ ટ્વીટ બાદ તેમને ટ્વીટર પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.પંજાબ-ચંદીગઢમાં થોડા દિવસ પહેલા યોજાયેલી રેલીની તસવીરો શેર કરતા લોકો કેજરીવાલને ટ્રોલ કરી રહ્યા છે.
કેજરીવાલ માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા છે : ટ્વિટર પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તે એક-બે દિવસ પહેલા ચંદીગઢમાં સીએમ કેજરીવાલની રેલીની છે.તેમાં તેઓ માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા છે.લોકો એ લખીને આનંદ માણી રહ્યા છે કે મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ,પરંતુ તસવીરોમાં જોવામાં આવે તો મુખ્યમંત્રી હજારોની ભીડની વચ્ચે માસ્ક વગર જોવા મળે છે.
કેજરીવાલ છેલ્લા 5 દિવસમાં 5 મોટાં શહેરમાં હજારો લોકોને મળ્યા હતા : અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી.તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી.2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું.1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી,જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.
પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા : 31 ડિસેમ્બરે સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના પટિયાલામાં શાંતિ માર્ચમાં જોડાયા હતા.આ દરમિયાન પણ તેમણે માસ્ક પહેરેલું ન હતુ.તેમની આસપાસ હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે.આ ભીડમાં એક-બે સિવાયનાં કોઈના ચહેરા પર માસ્ક નથી.

