By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇવીએમને સંસદની મંજૂરી નથી,બેલેટ પેપર જ યોગ્ય : સુપ્રીમમાં પીઆઇએલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇવીએમને સંસદની મંજૂરી નથી,બેલેટ પેપર જ યોગ્ય : સુપ્રીમમાં પીઆઇએલ
GeneralNational

ઇવીએમને સંસદની મંજૂરી નથી,બેલેટ પેપર જ યોગ્ય : સુપ્રીમમાં પીઆઇએલ

HM News
Last updated: 20/01/2022 5:15 AM
HM News
3 years ago
Share
SHARE
  • ઇવીએમનો ઉપયોગ ગેરકાયદે હોવાનો સુપ્રીમમાં દાવો.ગત લોકસભાની ચૂંટણી રદ કરો,વિધાનસભાની ચૂંટણીઓ ઇવીએમથી ન કરવો તેવી પણ માગ,સુપ્રીમ વિચારણા માટે તૈયાર

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનને લઇને દર ચૂંટણીમાં વિવાદો થતો હોય છે.ત્યારે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમના ઉપયોગને પડકારતી જાહેર હિતની અરજી થઇ છે.જેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાનો નિર્ણય સંસદમાંથી પસાર નથી કરવામાં આવ્યો.જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ કહ્યું હતું કે અમે એ ચકાસીશું કે અરજીમાં સુનાવણી કરવાની ક્ષમતા છે કે નહીં.જો તેમ હશે તો કોર્ટ તેના પર સુનાવણી કરશે.

ઇવીએમથી ચૂંટણી કરાવવાના નિર્ણયને પડકારતી અરજીમાં વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.તેમણે આ અરજીમાં જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૬૧(એ)ને પડકારતા કહ્યું છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાની સંસદ દ્વારા અનુમતી નથી આપવામાં આવી.તેથી ઇવીએમથી થયેલી અને થનારી ચૂંટણીઓને અટકાવવામાં આવે.જ્યારે હવે જે પણ ચૂંટણીઓ યોજાય તેમાં બેલેટ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે તેવી માગ પણ આ અરજીમાં કરાઇ છે.

વકીલે એવી પણ દલીલ કરી છે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થયો હતો માટે તે ચૂંટણીને પણ રદ કરવામાં આવે.કેમ કે સંસદે ઇવીએમનો ઉપયોગ કરવાની અનુમતી આપી જ નથી.વકીલે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને પણ ઇવીએમ નહીં બેલેટ પેપરથી કરાવવી જોઇએ.બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે આ અરજીને લઇને વિચાર કરીશું.

ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
સુરતમાં માસ્કના નામે વસૂલાતા દંડનો ‘આપ’ દ્વારા વિરોધ, લોકોને કહ્યું- પોલીસના હાથે દંડથી બચવું હોય તો માસ્ક અવશ્ય પહેરો
બાળકી પર બે વર્ષ રેપ કરી ગર્ભવતી બનાવનાર પિતાને 106 વર્ષની કેદ
મહારાષ્ટ્ર સરકાર પાડવામાં CR પાટીલનું ષડયંત્ર, MLAsને સુરતમાં રાખવાની વ્યવસ્થા પણ તેમણે જ કરી : સંજય રાઉત
સ્વચ્છતા સર્વેક્ષણને લઇ નવસારી-વિજલપોર નગરપાલિકાની કામગીરી પર ઉઠયા સવાલ
Share This Article
Facebook Email Print
Previous Article હવે એક્સરેથી ખબર પડશે કોરોના છે કે નહીં, 98 ટકા સચોટ પરિણામો મળ્યા
Next Article કોરોનાના ના કેસો નવી સપાટી ઉપર, અમદાવાદમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩૯૧ નવા કેસ,છ દર્દીનાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up