[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતના પ્રતિષ્ઠિત લક્ષ્મી ડાયમન્ડમાં હીરા બદલી લઈ 23 લાખની ઠગાઈ

[updated_date] [post_views]

Table of Content

– ખરીદીના બહાને નજક ચૂકવીને નકલી હીરા પધરાવીને ગઠિયો નાસી છૂટ્યો, સુરત-મુંબઈમાં 8 સાથે છેતરપિંડી

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વસંત ગજેરાની લક્ષ્મી ડાયમન્ડ કંપની સાથે ગઠિયાએ 30 હજાર ડોલર(22.46 લાખ રૂપિયા)ની છેતરપિંડી કરી છે.હીરા ખરીદવાના બહાને ગઠિયો હીરા જોવા આવ્યા બાદ ઓરીજનલ હીરા પોતાની પાસે રાખીને નકલી બે હીરા પધરાવી ગયો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારગામમાં ગજેરા સર્કલ પાસે વસંત ગજેરાની લક્ષ્મી ડાયમન્ડ પ્રા. લિમિટેડ નામની આવેલી છે.આરોપી ધનિક સેજલભાઈ શાહ (રહે. તિર્થભદ્ર એપાર્ટમેન્ટ, સોમનાથ મહાદેવની ગલીમાં સરગમ શોપિંગ સેન્ટર પાછળ, ઉમરા) હીરા લે-વેચનું કામ કરે છે. જૂન-2021માં ધનિક શાહ લક્ષ્મી ડાયમન્ડમાં હીરા ખરીદવાના બહાને આવ્યો હતો.

કંપનીમાં ધનિક શાહને 2 હીરા જોવા માટે અપાયા હતા.થોડા સમય બાદ હીરા જોઈને ધનિકે બંને હીરા પરત કરી પણ દીધા હતા. બેન હીરાની કિંમત 30 હજાર ડોલર (22.46 લાખ રૂપિયા) થાય છે. ત્યાર બાદ કંપનીએ એક હીરો બેલ્જિયમની એક પાર્ટીને વેચ્યો હતો. તે પાર્ટીએ કંપનીમાં ફોન કરીને કહ્યું કે તે હીરો નકલી છે.જોકે કંપની સમજી નહીં શકી કે આવુ કેવી રીતે થાય.દરમિયાન કંપનીને ખબર પડી કે ધનિક શાહ નામનો વ્યક્તિ મુંબઈ અને સુરતના હીરા બજારમાં ફ્રોડ કરે છે.હીરાનો બદલો મારીને છેતરપિંડી કરી છે. તેથી કંપનીને ખ્યાલ આવ્યો કે ધનિકે હીરા જોવા લીધા પરંતુ ખરીદ્યા ન હતા.ધનિકે પરત કરેલા હીરા પૈકીનો એક હીરો કંપનીમાં હોવાથી તેને ચેક કરતા તે પણ બોગસ નિકળ્યો હતો.

આમ ધનિક શાહે બે કિંમતી હીરા છેતરપિંડીથી લઈ જઈ નકલી હીરા પરત કરીને 22.46 લાખ રૂપિયાની છેતરપિંડીની કરી હતી.તેથી કંપનીના ડિરેક્ટર ભુમિક વસંત ગજેરાએ ધનિક શાહ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles