– ક્રિપ્ટો પર ટેક્સ લાગ્યો તે પહેલા જ અનેક સેલિબ્રિટીઓ તેમાંથી કરોડો કમાઈ ચૂકી છે
નવી દિલ્હી : બિગ-બી અમિતાભ બચ્ચનને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યા પછી જંગી ફાયદો થયો છે.સરકારે તાજેતરમાં ક્રિપ્ટોકરન્સી પર ૩૦ ટકાનો ટેક્સ લગાવ્યો,તેના પહેલા કેટલાય લોકોએ તેમા રોકાણ કર્યુ હતુ અને જંગી કમાણી કરી છે.બોલિવૂડ પણ તેમાથી બાકાત નથી.આ યાદીમાં બિગ બી અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર છે.તેણે ક્રિપ્ટોરમાં રોકાણ કરીને જંગી કમાણી કરી છે.
અમિતાભ બચ્ચને પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે સિંગાપોર સ્થિત એક કંપની મેરિડિયન ટેકમાં ૧.૬ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું.તેના પર તેમને અઢી વર્ષ પછી ૧.૧૨ અબજ રૂપિયાનું જંગી વળતર મળ્યું છે.
બિગ બીને ફક્ત ક્રિપ્ટોકરન્સીમાં જ રોકાણ કરીને આટલું વળતર મળ્યું છે તેવું નથી.તેમણે જસ્ટ ડાયલ કંપનીમાં રોકાણ કરીને ૧૦.૨ ટકા વળતર મેળવ્યું છે.તેમણે ચાર મહિના પહેલા તેમા ૬૨.૭ લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતું,જે નફો મળ્યા પછી સાત કરોડ થયું છે.બચ્ચને ૨૦૧૩માં જસ્ટ ડાયલના ૬૨,૭૯૪ શેર ખરીદ્યા હતા.આ સિવાય નીતિશ ફાયરમાં રોકાણ પર પણ તેમને વળતર મળ્યું હતું.આ ઉપરાંત પણ તેમણે બીજા અનેક ક્ષેત્રોમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે.
બિગ બી આ સિવાય પ્રો કબડ્ડી લીગમાં કબડ્ડીની ટીમના માલિક પણ છે.હવે બિગ બીની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમા બ્રહ્માસ્ત્ર, રનવે ૩૪, ઝુંડ, અલવિદા, ધ ઇટર્ન છે, જે ટૂંક સમયમાં પ્રસારિત થવાની છે.આમ બિગ બી હજી પણ ફિલ્મી દુનિયામાં ઘણા સક્રિય છે.

