– ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોંગ્રેસના ડીએનએમાં : મોદીનો કટાક્ષ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાધીની ઝાટકણી કાઢી હતી.વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગપતિઓની સરખામણી કોરોના વેરિઅન્ટ સાથે કરવી બિલકુલ યોગ્ય નથી.
દેશના ઉદ્યોગપતિઓ શું કોરોના વેરિઅન્ટ છે? શું તેમના માટે આવી ભાષાનો પ્રયોગ થવો જોઈએ? તેમણે મેક ઈન ઈન્ડિયાના કોંગ્રેસના વલણ અંગે પણ કટાક્ષ કર્યો હતો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં દેશના ટોચના બે ઉદ્યોગપતિઓની તુલના કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ સાથે કરી હતી તેનો જવાબ મોદીએ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ અંગેના આભાર પ્રસ્તાવમાં નિવેદન કર્યું હતું.એ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના અગાઉના ઉદ્યોગપતિઓના નિવેદનની આકરી ઝાટકણી કાઢી હતી.મોદીએ કહ્યું હતું કે દેશના ઉદ્યોગપતિઓને કોરોના વેરિઅન્ટ કહેવા બિલકુલ યોગ્ય નથી.શું આપણા દેશના ઉદ્યોગપતિઓ કોરોના વેરિઅન્ટ છે? તેમના માટે આવી ભાષા પ્રયોજવી યોગ્ય છે?
પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.૧૦૦ મિનિટ સુધીના તેમના ભાષણમાં તેમણે વિવિધ મુદ્દે વિપક્ષો ઉપર આક્રમક પ્રહારો કર્યા હતા.
તેમણે ભાષણ દરમિયાન વિષ્ણુ પુરાણના શ્લોકનું પઠન કર્યું હતું અને તમિલ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની એક કવિતાના અંશો પણ કહ્યા હતા.તેમણે રાષ્ટ્રીય એકતા ઉપર ભાર મૂકીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દેશમાં ટૂકડે ટૂકડે ગેંગની લીડર બની ગઈ છે.ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કોંગ્રેસના ડીએનએમાં છે.
મોદીએ તેમના મેરેથોન ભાષણમાં ઘણી વખત નેહરૂનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે રાહુલ ગાંધીના લોકસભામાં અપાયેલા ઉદ્યોગપતિઓ અંગેના નિવેદનનો વળતો જવાબ આપતા કટાક્ષ કર્યો હતો કે એક સમયે ૧૯૬૦થી ૧૯૮૦ સુધીની કોંગ્રેસની સરકારોને ટાટા-બિરલાની સરકારો કહેવાતી હતી.હવે કોંગ્રેસ પણ એ જ ભાષાનો પ્રયોગ લોકસભામાં કરી રહી છે.
કોંગ્રેસના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને પાર્ટી આગામી ૧૦૦ વર્ષ સુધી સત્તામાં આવશે નહીં. મોદીએ મજૂરો, મેક ઈન ઈન્ડિયા, ખેડૂતો જેવા મુદ્દે કોંગ્રેસ ઉપર જૂઠાણા ચલાવવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી રાજકારણ કરે છે. મોંઘવારીના મુદ્દે પણ એવા જ જૂઠાણાં ચલાવવામાં આવી રહ્યા છે.
ચોખા અને ઘઉંમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો તો પણ કોંગ્રેસ એવો અપપ્રચાર કરે છે કે મોંઘવારી સહન થતી નથી, એક સમયે ૨૦૧૨માં કોંગ્રેસના નાણામંત્રી જ કહેતા હતા કે પાણીની બોટલમાં ૧૫ રૂપિયા અને આઈસક્રીમમાં ૨૦ રૂપિયા ખર્ચવાનો લોકોને કોઈ જ વાંધો નથી. કોંગ્રેસ સત્તા પરથી ઉતરી કે તરત જ તેમને મોંઘવારી વધેલી જણાવા લાગી.
મેક ઈન ઈન્ડિયાનો કોંગ્રેસનો વિરોધ ઘણાં બધા કારણોથી પ્રેરિત છે.એક તો મેક ઈન ઈન્ડિયાના કારણે ભ્રષ્ટાચાર જ ખતમ થઈ ગયો છે. આનો વિરોધ કરીને કોંગ્રેસ દેશના યુવાનોનું ભવિષ્ય ધૂંધળું કરે છે.મોદીએ કોંગ્રેસ ઉપર ટીકા કરતા કહ્યું હતું કે જે લોકો ઈતિહાસમાંથી બોધપાઠ લેતા નથી તે ઈતિહાસમાં ખોવાઈ જાય છે. તેમણે કહ્યું હતું કે નેહરૂએ ગરીબી સામે હાથ ઊંચા કરી દીધા હતા.અમે ગરીબોની સાથે છીએ.
મોદીના ભાષણના અંશો…
* અમારી સરકારે ગરીબોને ઘુમાડાથી મુક્તિ આપીને ગેસના જોડાણો આપ્યા. આઝાદીના આટલા વર્ષ પછી ઘરે ઘરે વીજળી પહોંચી ગઈ છે. ગરીબોના ઘરમાં હવે રોશની છે.
* ગરીબોને મકાનો મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. આજે ગરીબો પણ લાખોપતિ છે. ગામડે ગામડે ટોઈલેટ બની ગયા છે તેથી ગામડાં સ્વચ્છ બન્યા છે.
* તમિલનાડુમાં ૬૦ વર્ષ, પશ્વિમ બંગાળમાં ૫૦ વર્ષ, ઓડિશામાં ૨૭ વર્ષ અને ત્રિપુરામાં ૩૪ વર્ષથી કોંગ્રેસની સરકાર બની નથી છતાં તેના નેતાઓનો અહંકાર ઘટયો નથી.
* મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન દુનિયામાં સૌથી અસરકારક છે.ભારત ૧૦૦ ટકા વેક્સિનેશન તરફ આગળ વધી રહ્યું છે. સરકાર સૃથાનિક રોજગારી સર્જીને ગાંધીજીના સપનાને સાકાર કરે છે.
* જો ગરીબીથી સંપૂર્ણ મુક્તિ મેળવવી હશે તો નાના ખેડૂતોને મજબૂત બનાવવા જરૂરી છે.
* મેક ઈન ઈન્ડિયાના કારણે કમિશનનો રસ્તો બંધ થઈ ગયો હોવાથી વિપક્ષને પેટમાં દુખે છે.ભ્રષ્ટાચારનો રસ્તો બંધ થઈ ગયો હોવાથી ઘણાં લોકો સહન કરી શકતા નથી.
* સંરક્ષણ સોદામાં ઘણાં શક્તિશાળી લોકોને ખરીદવાની શક્તિ છે. મોદી એને પડકાર ફેંકે છે.
* કોંગ્રેસ ૭૧ વર્ષ સુધી ગરીબી હટાવોનો નારો લગાવીને ચૂંટણી જીતતી રહી,પરંતુ હવે દેશની જનતા સમજદાર થઈ ગઈ હોવાથી હવે કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો જ મળી.
- કેન્દ્ર લતા મંગેશકરના સન્માનમાં ટપાલ ટિકિટ જારી કરશે
- લતા મંગેશકરની યાદમાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી એક કલાક સ્થગિત
- મધ્ય પ્રદેશ સરકારે લતાના જન્મ સ્થળ ઇન્દોરમાં મ્યુઝિક એકેડમી અને મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી
નવી દિલ્હી/ભોપાલ : સ્વર્ગસૃથ લતા મંગેશકરની યાદમાં આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી એક કલાક માટે સૃથગિત કરી દેવામાં આવી હતી.આ દરમિયાન મધ્ય પ્રદેશે જાહેરાત કરી છે કે લતા મંગેશકરના જન્મ સૃથળ ઇન્દોરમાં એક મ્યુઝિક એકેડમી અને એક મ્યુઝિયમની રચના કરવામાં આવશે.
જેમાં લતા મંગેશકરના તમામ ગીતો ઉપલબૃધ હશે.બીજી તરફ મહારાષ્ટ્રના ભાજપ ધારાસભ્ય રામ કદમ અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કારના સૃથળે મેમોરિયલ બનાવવાની વિનંતી કરી છે.
આ સંદર્ભમાં શિવસેનાએ જણાવ્યું છે કે આ મુદ્દાને રાજકીય રંગ આપવાની જરૂર નથી.આ દરમિયાન ભારત સરકારે જાહેરાત કરી છે કે લતા મંગેશકરના સન્માનમાં ટપાલ ટિકિટ ઇશ્યુ કરવામાં આવશે.કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.લતા મંગેશકરના ભત્રીજા આદિનાથે મુંબઇના શિવાજી પર્કમાંથી લતા મંગેશકરની અસિૃથઓ એકત્ર કરી હતી.

