દાદરા નગર : મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસે 8 આરોપીઓને સમન્સ પાઠવ્યા છે. જેમાં પ્રશાસક સિવાય કલેક્ટર, એસપી, આરડીસી, એસડીપીઓ સહિતના આઠ આરોપીઓને એસઆઇટી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
દાદરા નગર હવેલીના માજી સાંસદ મોહન એસ.ડેલકરે મુંબઈ ખાતે એક હોટેલમાં સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી.જે સંદર્ભે એમના દિકરા અભિનવ ડેલકરે મુંબઈ પોલીસમાં સુસાઇડ નોટમાં જે મુખ્ય આઠ વ્યક્તિઓના નામ લખ્યા હતા તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાથે આ કેસની તપાસ એસઆઈટીને સોંપવા મહારાષ્ટ્ર ગૃહમંત્રીને આગ્રહ કરતા તેઓ દ્વારા આ કેસની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં ંમુખ્ય જેમના નામ છે તેવા પ્રશાસક સિવાયના કલેકટર,એસપી,આરડીસી એસડીપીઓ,સહિત આઠ લોકોને સમન્સ પાઠવવામાં આવ્યો છે.અને ફરી જેઓના ફરિયાદમા નામ છે તેઓને એસઆઈટી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.સ્વ. મોહન ડેલકર આપઘાત કેસમાં સેલવાસમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. જે તે સમયે આ કેસમાં પ્રદેશના પ્રશાસક સામે પણ કાર્યવાહીની માગ સાથે લોકો રોડ ઉપર ઉતરી ગયા હતા.હાલ એસઆઈટી સક્રિય બની છે.


