ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્ન પહેલા મહેંદી સેરેમનીની ધૂમ, રિયા ચક્રવર્તી ડાન્સ કરતા નજરે પડી

HM News
1 Min Read

મુંબઈ,તા.18.ફેબ્રુઆરી.2022 શુક્રવાર : બોલીવૂડ સ્ટાર ફરહાન અખ્તર અને મોડેલ શિવાની દાંડેકર લગ્ન કરવા માટે જઈ રહ્યા છે.

તેમના લગ્ન 19 ફેબ્રુઆરીએ હિન્દુ પરંપરા પ્રમાણે થશે.એ પહેલા 17 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમની યોજાઈ હતી અને તેમાં પરિવારના નિકટના લોકોને જ આમંત્રણ આપવમાં આવ્યુ હતુ.

આ ફંકશન ફરહાનના મુંબઈ સ્થિત ઘરે યોજાયુ હતુ.જોકે તેમાં કપલની તસવીરો તો સામે આવી નથી પણ મહેંદી સેરેમનીમાં હાજરી આપવા આવેલા ગેસ્ટ નજરે પડ્યા હતા.

સેરેમની માટે શબાના આઝમી,અનુષા દાંડેકર,રિયા ચક્રવર્તી,અમૃતા અરોરા કેમેરામાં કેદ થયા હતા.આ સેરેમનીમાં મોટાભાગનાએ યલો શેડના આઉટફિટ પહેર્યા હતા.રિયા ચક્રવર્તી અને શિબાનીની બહેન અનુષા દાંડેકરનો એક વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં તેઓ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.[google-translator]

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *