By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ
GeneralNational

હિજાબ વિરૂદ્ધ પોસ્ટ લખનારા બજરંગ દળના કાર્યકરની શિવમોગા ખાતે હત્યા, કલમ 144 લાગુ

HM News
Last updated: 21/02/2022 5:40 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : હિજાબને લઈને ચાલું થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે સ્થિતિ હિંસા સુધી પહોંચી ગઈ છે.કર્ણાટકના શિવમોગા ખાતે એક 23 વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી છે.ત્યારબાદ ત્યાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે યુવકનું નામ હર્ષ હતું અને તે બજરંગ દળનો કાર્યકર હતો. રાજ્યના ગૃહમંત્રી અરાગા જનેન્દ્રએ જિલ્લાની સ્કૂલો અને કોલેજોને આગામી 2 દિવસ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે,4થી 5 યુવકોએ હર્ષની હત્યા કરી છે.અત્યાર સુધી આ ઘટના પાછળ કોઈ સંગઠનનું નામ સામે નથી આવ્યું.હાલમાં શિવમોગા જિલ્લામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે.જોકે, કેટલાક લોકોએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.જિલ્લાના સિગેહટ્ટી વિસ્તારમાં કેટલાક લોકોએ કેટલાક વાહનોમાં આગ ચાંપી દીધી હતી જેને કાબૂમાં લેવામાં આવી હતી.આ ઘટનાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે જે હિજાબ વિવાદને કારણે પહેલેથી જ હતો.

યુવકે હિજાબના વિરોધમાં લખી હતી સોશિયલ મીડિયા પોસ્ટ

પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.ત્યારબાદ તણાવ વધી ગયો હતો.શિવમોગા શહેરના કેટલાક વિસ્તારમાં ઉપદ્રવ થયો અને ગાડીઓમાં આગ ચાંપી દેવામાં આવી હતી.પોલીસ આ કેસને હિજાબ વિવાદથી જોડીને જોઈ રહી છે એનું કારણ એ છે કે,યુવકે થોડા દિવસ અગાઉ જ ફેસબુક પર તેને સબંધિત એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેમણે હિજાબનો વિરોધ કર્યો હતો અને ભગવા ગમછાનું સમર્થન કર્યું હતું.જોકે,પોલીસે આ કેસમાં કોઈ નિવેદન નથી આપ્યું.

રાજકોટ:કપાસનું ઉત્પાદન 358.50 લાખ ગાંસડી થવાનો અંદાજ
BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી
રાજ્યમાં આંદોલનોની મોસમ વચ્ચે હવે માલધારી સમાજે 21 સપ્ટેમ્બરે કર્યું દુધ હડતાલનું એલાન
ચીને તાઇવાન તરફ ૨૮ ફાઇટર જેટ ઉડાડયા
શરમ આવવી જોઈએ, ભાજપના જ કાર્યકરો ભાજપનો વિરોધ કરશે : BJPના મહિલા નેતાએ જ બાંયો ચડાવી
Share This Article
Facebook Email Print
Previous Article ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ટ્રેનોમાં ટિકિટ વગરના ૧.૭૮ કરોડ યાત્રીઓ પકડાયા
Next Article આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડનો ધૂમાડો થઈ જશે, કંગનાએ આલિયા ભટ્ટ અ્ને તેની ફિલ્મ સામે ખોલ્યો મોરચો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up