નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : ચતુર રશિયાએ અમેરિકા,નાટો કે અન્ય કોઈ દેશ મદદે પહોંચે તે પહેલાં જ યુક્રેન પર ચડાઈ કરી છે.યુક્રેનના મિલેટ્રી બેઝ કેમ્પ સહિતના સૈન્ય સંસ્થાનો પર હુમલા બાદ સેના થકી બેલારૂસના રસ્તે થલસેના થકી ચડાઈ કરી છે.
11.40 વાગે મળી રહેલ અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલો કર્યો છે.યુક્રેન રશિયાના મિસાઈલ હુમલાનો વળતો જવાબ ન આપે અને સામી
કાર્યવાહી ન કરી શકે તથા રશિયાના હવાઈ હુમલાને રોકી ન શકે તે માટે એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યાનો દાવો રશિયન મિલેટ્રીએ કર્યો છે.
સામે પક્ષે યુક્રેને પણ આ અહેવાલને સ્વીકાર્યો છે અને કહ્યું કે અમારી ડિફેન્સ સિસ્ટમ પર સાઇબર હુમલો થયો છે.અમે ઝડપથી તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.


