– રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેણે યુક્રેનના એરબેઝ અને એર ડિફેન્સને તેના સટિક હથિયારોથી નષ્ટ કરી દીધા છે
કિવ : રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. આજે સવારથી યુક્રેનના અલગ-અલગ વિસ્તારોમાં ધમાકાના અવાજ સંભળાઇ રહ્યાં છે.રશિયા ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલ વડે યુક્રેનિયન શહેરોને નિશાન બનાવી રહ્યું છે.હાલ અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે.સાથે જ ચીને આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા વિનંતી કરી છે.અહીં યુક્રેનની સરકારે હવે ત્યાં માર્શલ લો લાગુ કરી દીધો છે.
રશિયા યુક્રેનના કેટલાક શહેરો પર હુમલો કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ, મરિયુપોલ શહેરમાં ટેન્ક જોવા મળ્યા છે.એરપોર્ટ પર પણ હુમલો થયો છે.રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે નવ લોકો ઘાયલ થયા છે.
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેણે પાંચ રશિયન એરક્રાફ્ટ-હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે.સમાચાર એજન્સી એએફપીએ આ માહિતી આપી છે.જ્યારે રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે.રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે તેણે યુક્રેનના એરબેઝ અને એર ડિફેન્સને તેના સટિક હથિયારોથી નષ્ટ કરી દીધા છે.યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રશિયાને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રપતિ પુતિન માનવતાના નામે તેમની સેનાને રશિયા પાછા લઈ જાય.આ વિવાદ હવે બંધ થવો જોઈએ.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું છે કે.યુરોપના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે.યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, એવી આશા છે કે યુક્રેન આ સંકટનો સામનો કરી લેશે.
કેનેડાએ રશિયાને ધમકી આપતા કહ્યું છે કે, જો તે યુક્રેનમાં આગળ વધશે તો તેને પરિણામ ભોગવવું પડશે. જસ્ટિન ટ્રુડની ઓફિસે બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, રશિયાના આ કૃત્યને આ રીતે અવગણી શકાય નહીં.આ માટે તેને સજા મળવી જરૂરી છે.


