મોસ્કો,તા. 26. ફેબ્રુઆરી. 2022 શનિવાર :રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેનના નાગરિકો પણ રશિયન સેના સામે હિંમત બતાવી રહ્યા છે.
બીજી તરફ રશિયન સેના દ્વારા નાગરિકોના વિસ્તારો પર પણ હુમલા થઈ રહ્યા છે.જોકે એક એવો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં રશિયન ટેન્ક ડ્રાઈવર યુક્રેનના નાગરિકની ગાડી પર ટેન્ક ચઢાવી દે છે.
આ વિડિયો કિવના ઓબોલોન ડિસ્ટ્રિક્ટનો હોવાનુ કહેવાય છે.જેમાં હાઈવે પર રશિયન ટેન્ક પસાર થઈ રહી હોય છે અને તેની સામેથી કાર જઈ રહી હોય છે.રશિયન ટેન્ક ડ્રાઈવર કારને જોઈને તેના પર જ ટેન્ક ચઢાવી દે છે.કારનો તેમાં ક્ચ્ચરઘાણ નીકળી જાય છે.
એ પછી આસપાસના લોકો દોડી આવે છે અને કારમાં બેઠેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા નજરે પડે છે.સદનસીબે ડ્રાઈવરને વધારે વાગ્યુ હોય તેવુ લાગતુ નથી.
બીજા એક વિડિયોમાં રસ્તા પરથી પસાર થતા રશિયન ટેન્કોના કાફલા સામે એક યુક્રેનિયન નાગરિક એકલો જ સામે ધસી જાય છે.જોકે રશિયન ટેન્કોના ડ્રાઈવરો નાગરિક પર ટેન્કના ચઢે એટલે તેને બાયપાસ કરીને આગળ વધતા દેખાય છે.


