– ‘એક વાત યાદ રાખજો કે 7 તારીખે રાતે કે પછી 10 માર્ચની સવારે તમે જોશો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થશે’
નવી દિલ્હી, તા. 06 માર્ચ, 2022, રવિવાર : ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામો પહેલા જ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.ઓવૈસીએ કરેલા દાવા પ્રમાણે આગામી 7 કે 10 માર્ચ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવશે.તેના પાછળ સરકાર યુક્રેન વિવાદનો હવાલો આપી દેશે કારણ કે, તેમના લોકો તો લાંબી-લાંબી વાતો ફેંકે છે.
એક ચૂંટણી રેલીમાં તેમણે આ મુદ્દે ભાજપના ભક્તોને સવાલ કર્યો હતો કે, શું તેમની ગાડીમાં મોદી પેટ્રોલ ભરાવે છે? ઓવૈસીના નિવેદન પ્રમાણે ‘પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે.એક વાત યાદ રાખજો કે 7 તારીખે રાતે કે પછી 10 માર્ચની સવારે તમે જોશો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થશે.તેઓ ભાવ વધારી દેશે.કહેશે કે, યુક્રેનમાં આવું બન્યું… કંઈ પણ લાંબી લાંબી ફેંકી દેશે.બહાના કાઢશે કે આમ બન્યું.પણ બિચારા ભાજપ ભક્તો કહેશે કે ‘ના, મોદીજીએ બરાબર કર્યું.’ અરે તારી ગાડીમાં પેટ્રોલ શું મોદી ભરાવે છે કે ગરીબ પોતાના પૈસે ભરાવે છે?’


