અમદાવાદ, તા. 07 માર્ચ, 2022, સોમવાર : ગત તા. 06 માર્ચ, 2022ને રવિવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના તમામ તાલુકા જિલ્લાના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી.તે બેઠકમાં આંદોલનની માગને લઈ આગામી રણનીતિ માટે આયોજન અંગે ચર્ચા થઈ હતી.
આ અંગે આજરોજ એટલે કે,સોમવારે સાંજે 5:30 કલાકે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અલ્પેશ કથીરીયા અને હાર્દિક પટેલ આગામી રણનીતિ જાહેર કરશે.સાણંદ ચોકડી પાસે શ્રી વિદ્યાફાર્મ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે.
હાર્દિક પટેલે પ્રતિનિધિઓની બેઠક બાદ ટ્વિટમાં લખ્યું હતું કે,નીડરતાપૂર્વક લોકોની લડાઈ લડું છું માટે જ સૌનો સાથ મળે છે.


