યુરોપ, તા. 07 માર્ચ 2022 સોમવાર : યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે.યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં નિયમિત ચર્ચા અને મતદાન થઈ રહ્યુ છે અને યુદ્ધ રોકવા માટે રશિયા પર દબાણ બનાવાઈ રહ્યુ છે.રશિયાના નજીકના ગણાતા ભારત અને ચીને હજુ સુધી રશિયા પર થયેલા વોટિંગમાં ભાગ લીધો નથી અને રશિયાના હુમલાની ટીકા પણ કરી નથી.આને લઈને બ્રિટનના નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબે રવિવારે ભારત અને ચીનને રશિયા પર રાજદ્વારી દબાણ વધારવામાં મદદ કરવાનુ આહ્વાન કર્યુ છે.
બ્રિટિશ નાયબ વડાપ્રધાને કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન એક સ્થાયી સદસ્ય છે અને ભારતને પણ સદસ્યતા મળી છે તેથી આ દેશોને આગળ આવવાની જરૂર છે.રાબે કહ્યુ,ચીન સભ્ય છે,તેણે પણ પગલુ વધારવુ પડશે.ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનુ સ્થાયી સદસ્ય છે અને ભારતે પણ આગળ આવવુ પડશે.આપણે રાજકીય દબાણ વધારવાની જરૂર છે.
ગયા શુક્રવારે યુક્રેન પર રશિયન હુમલા દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનની તપાસને લઈને વોટિંગ થઈ હતી.જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ આયોગની રચનાની વાત કહેવામાં આવી.આયોગની રચનાને લઈને થયેલી વોટિંગમાં ભારતે ભાગ લીધો નહીં.
અગાઉ પણ ભારતે ચીન અને સંયુક્ત અરબ અમીરાતની સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા સાથે સંબંધિત એક પ્રસ્તાવ પર મતદાનથી પોતાને દુર રાખ્યા હતા.પ્રસ્તાવમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવામાં આવી હતી અને તરત યુદ્ધ રોકવાની વાત કહી હતી.


