કીવ,8 માર્ચ,2022,મંગળવાર : રશિયાએ યુક્રેનના વિવિધ શહેરો પર હુમલાઓ ચાલુ રાખ્યા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી ઝુકવા તૈયાર નથી યુરોપ અને અમેરિકા સહિત દુનિયા ભરના દેશોમાં યુક્રેનના સમર્થનમાં અને રશિયાની કાર્યવાહી વિરુધ પ્રદર્શનો થઇ રહયા છે.આયર્લેન્ડમાં પ્રદર્શકારીઓએ રશિયા વિરુધ દેખાવો કર્યા હતા.એમાંનો એક શખ્સ તો આયર્લેન્ડમાં આવેલી રશિયાની એમ્બ્સીમાં ટ્રક લઇને પહોંચી ગયો હતો.એમ્બેસીનો ગેટ બંધ તોડીને ટ્રક સીધી ઘૂસાડીને રોષપ્રગટ કર્યો હતો. ત
પોતાની ટ્રક વડે બળપૂર્વક ગેટ તોડતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.અમેરિકાના સમાચાર પત્ર ન્યૂયોર્ક ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર આ શખ્સ આયર્લેન્ડમાં જ રહે છે અને તે ટ્રકો ભાડે આપવાની એજન્સી ચલાવે છે.રશિયાના દુતાવાસમાં ટ્રક સાથે પ્રવેશ કર્યા પછી તેણે કેટલાક કાગળ હાથમાં લઇને મેં મારું કામ કરી દીધું (આઇ ડુ માય વર્ક) એમ બોલતો હતો.
તે યુક્રેન પર રશિયાના એકતરફા હુમલાથી ખૂબજ નારાજ હતો.આથી તેને વિરોધ પ્રગટ કરવા આવું પગલું ભર્યુ હતું.હવે તે પોતે જ મુસિબતમાં આવી ગયો છે.રશિયાની એમબ્સીનો ગેટ તોડીને ટ્રક લઇને પ્રવેશ કરવાના ગુનામાં પોલીસે ટ્રક ડ્રાઇવરને પકડીને તેની વિરુધ કેસ નોંધ્યો હતો.આ ઘટના બનતા એમ્બેસી આસપાસ લોકોના ટોળા એકઠા થયા હતા.જેમાંના ઘણાએ ઘટનાનો વીડિયો ઉતાર્યો હોવાથી છેવટે વાયરલ કર્યો હતો.


