– 48 કરોડનું 17,440 કિલો ડ્રગ્સ, 103 કરોડ રોકડા જપ્ત મમતા અને પ્રષાંત કિશોર ફરી એક મંચ પર જોવા મળ્યા,બન્ને વચ્ચે તકરાર હોવાના દાવાને રદિયો આપ્યો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઇ ગઇ છે.જ્યારે હવે 10મીએ ચૂંટણીના પરીણામો જાહેર કરવામાં આવશે.એક્ઝિટ પોલનો દાવો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે.જ્યારે બીજી તરફ સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે અમારી સરકાર બનશે.
દરમિયાન આ ચૂંટણી વખતે છેલ્લા એક મહિનામાં ઉત્તર પ્રદેશમાં આચાર સંહિતાના ભંગ બદલ અનેક લોકોની સામે ફરિયાદ દાખલ કરાઇ છે.પ્રાપ્ત આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં ચંૂટણીઓ દરમિયાન હિંસા, આચાર સંહિતાનો ભંગ જેવી અનેક ઘટનાઓ સામે આવી છે.એક મહિનો ચાલેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉત્તર પ્રદેશમાં 2145 એફઆઇઆર દાખલ થઇ ચુકી છે.
આ બધી જ ફરિયાદો આચાર સંહિતાના ભંગ બદલ દાખલ કરાઇ છે તેમ મુખ્ય ચૂંટણી અિધકારીએ જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે ઉ.પ્રદેશમાં ચૂંટણી દરમિયાન 103.56 કરોડ રૂપિયા રોકડા,રૂપિયા 48.47 કરોડ રૂપિયાનું 17,640 કિલો ડ્રગ્સ, 62.13 કરોડ રૂપિયાનું 22.94 લિટર લિકર જપ્ત કરાયું છે.
સાથે જ રાજ્યભરમાં આ ચૂંટણી દરમિયાન 32.99 લાખ લોકોની સામે સીઆરપીસીની વિવિધ કલમો અંતર્ગત રોકથામ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.દરમિયાન મમતા બેનરજી અને રાજકારણના નિષ્ણાંત ગણાતા પ્રશાંત કિશોર કોલકાતામાં ટીએમસીની બેઠકમાં સાથે એક મંચ પર જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે 10મી તારીખે ઉત્તર પ્રદેશ,પંજાબ,ઉત્તરાખંડ,મણીપુર,ગોવાના ચૂંટણી પરીણામો જાહેર થવા જઇ રહ્યા છે.એક્ઝિટ પોલમાં એવો પણ દાવો થઇ રહ્યો છે કે પંજાબમાં કોંગ્રેસ ફરી સરકાર નહીં બનાવી શકે.આ સિૃથતિ વચ્ચે હવે કોંગ્રેસના નેતાઓ નવજોતસિંહ સિદ્ધૂ પર આરોપોનું ઠીકરૂ ફોડવા લાગ્યા છે.

