લખનૌ, તા. 09 માર્ચ 2022, બુધવાર : ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પરિણામો આવતી કાલે એટલે કે ગુરૂવારે જાહેર થશે.આ વચ્ચે બધા રાજનૈતિક પક્ષો રાજ્યમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.જ્યાં બીજેપી યોગી આદિત્યનાથને બીજી વખત મુખ્યમંત્રી બનાવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટી સુપ્રીમો અખિલેશ યાદવ પણ પ્રંચડ બહુમતની ઉમ્મીદ લગાવીને બેઠા છે.યુપીની ખુરશી કોને મળશે ? આ સવાલ પર દરેક જગ્યાએ ચર્ચા ચાલું છે.આ સ્થિતિમાં યુપી ચૂંટણીને લઈને રાજ્યના મોટા મોટા જ્યોતિષિયોએ પણ પોત-પોતાના દાવા કર્યા છે.તેમણે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવના ભવિષ્ય વિશે તેમના ગ્રહોને ટાંકીને મોટી જાહેરાત કરી છે.
મેરઠના જ્યોતિષ વિનોદ ત્યાગીનું કહેવું છે કે,યોગી આદિત્યનાથની કુંડળી કહી રહી છે કે,જીત નિશ્ચિત છે પરંતુ ભાજપની કુંડળી સારા સંકેત નથી આપી રહી.આવી સ્થિતિમાં ભાજપ 200ના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં અને તેને લગભગ 160 બેઠકો મળવાની સંભાવના છે.બીજી તરફ જ્યોતિષ સુમિત વિજયવર્ગીયનું કહેવું છે કે,જો તમે કુંડળીમાં યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવની તુલના કરો તો યોગીની કુંડળીમાં મજબૂત રાજયોગ છે.
બીજી તરફ જ્યોતિષાચાર્ય નિધિ મિશ્રા કહે છે, ‘યોગીની કુંડળીના છઠ્ઠા ભાવમાં ભાગ્યેશ,લગ્નેશ,કર્મેશના સંયોગ સાથે મંગળ ત્યાં સ્થિત છે અને શત્રુ હંતા યોગ બનાવી રહ્યો છે.આરોહણ પર ગુરુની મૈત્રીપૂર્ણ દૃષ્ટિની સૌથી મોટી સકારાત્મક અસર દર્શાવે છે કે,યોગી ફરીથી ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવશે.
અખિલેશના તમામ ગ્રહો જોયા પછી એમ કહી શકાય કે તેમને પૂર્ણ બહુમતી મળતી હોય તેમ લાગતું નથી,જોકે લાભના સંકેત ચોક્કસ છે.એકંદરે બંનેની કુંડળીઓ જોતા એમ કહી શકાય કે સત્તા માટે કાંટાની લડાઈ થઈ શકે છે.


