નવી દિલ્હી, તા. 09 માર્ચ, 2022, બુધવાર : સપના ચૌધરીના ફેન્સ માટે અમે ખરાબ સમાચાર લઈને આવ્યા છે.આ સમાચાર જાણ્યા બાદ હરિયાણવી સ્ટારના ચાહકો પરેશાન થવાના છે.વધારે સસ્પેન્સ ન રાખતા તમને જણાવી દઈએ કે,સપના ચૌધરીએ અમૂક સમય માટે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે.
સપના ચૌધરીની તબિયત બગડી,ચાહકો પરેશાન
સપનાએ પોતે તેની જાણકારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી છે.સપનાએ ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું,રામ રામ,તબિયત સારી ન હોવાને કારણે અપડેટ નહીં રહી શકું,માફ કરજો,ટૂંક સમયમાં મળીશું.સપના દ્વારા આ પોસ્ટ કરતા જ તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા છે.તેઓને સપનાના સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવી રહી છે અને બીજી તરફ એ વિચારીને લોકોની હાલત ખરાબ થઈ રહી છે કે,હવે સપના ચૌધરી તેમને એન્ટરટેન નહીં કરી શકશે.
સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.શાનદાર તસવી હોય કે,ફની રીલ વીડિયો હોય સપનાની દરેક પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.જો કે,સપનાએ સોશિયલ મીડિયામાંથી કેટલા દિવસનો બ્રેક લીધો છે તેની માહિતી હજુ સામે આવી નથી.બસ એટલું જ લખ્યું છે કે,સપના તમને કેટલાક દિવસો સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા નહીં મળે.

