નવી દિલ્હી, તા. 9. માર્ચ. 2022 બુધવાર : ઈડીના સંકજામાં ફસાયેલા શિવસેના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે રાહુલ ગાંધીનો એ પત્ર શેર કર્યો છે જેમાં તેમણે સંજય રાઉતને સમર્થન જાહેર કર્યુ છે.
રાહુલ ગાંધીએ સંજય રાઉતને ઉદ્દેશીને લખેલા પત્રમાં કહ્યુ છે કે,જે રીતે તમને અને તમારા પરિવારને હેરાન કરવાામં આવી રહ્યા છે તેની હું નિંદા કરુ છું.તપાસ એજન્સીઓનો સતત દુરપયોગ કરવામાં આવી રહ્યો છે જે લોકતંત્ર માટે ખતરનાક બાબત છે.સરકાર વિપક્ષને ચુપ કરાવવા માંગે છે અનેહું તમને ભરોસો અપાવુ છું કે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે મક્કમ રીતે ઉભી છે.
રાહુલ ગાંધીએ આ પત્ર 15 ફેબ્રુઆરીએ લખ્યો હતો અને સંજય રાઉતે 22 દિવસ બાદ આ પત્ર શહેર કરીને રાહુલ ગાંધીનો આભાર માન્યો છે.રાઉતે કહ્યુ છે કે,લોકશાહીના મુલ્યોની રક્ષા માટે આપણે ભેગા મળીને લડવાનુ છે.તપાસ એજન્સીઓ કેન્દ્ર સરકારની ગુલામ હોય તે રીતે વરતી રહી છે તે બાબત કમનસીબ છે.મને વિશ્વાસ છે કે,આ ખરાબ સમય પણ પસાર થઈ જશે.


