અમદાવાદ, તા. 15 માર્ચ 2022 મંગળવાર : ગુજરાત પોલીસ દ્વારા 6થી 15 માર્ચ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી.જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ બાંધ્યા વિના ઝડપાયા તો તેમને દંડ કરવામાં આવ્યો.જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ અને દંડ કરવામાં આવ્યા.
મળતી માહિતી અનુસાર ગુજરાત પોલીસે 6થી 15 માર્ચ દરમિયાન ચાલેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કરાયેલા કેસ અને દંડની માહિતી જાહેર કરવામાં આવી છે.જેમાં ટ્રાફિક ડ્રાઈવના નામે પોલીસે 8 જ દિવસમાં રૂ. 16.73 લાખનો દંડ વસૂલ્યો છે.
જેમાં વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાનના દિવસોમાં પોલીસ દંડના આંકડા ઘટ્યા હોવાનુ જાણવા મળે છે તેમજ PM મોદીના કાર્યક્રમ હોવાથી પોલીસ બંદોબસ્ત તેમજ કેટલાક વિસ્તારોમાં ચેકીંગના અભાવે દંડના કેસ અને રકમ બંનેમાં ઘટાડો નોંધાયો છે.


