By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નોઈડાઃ 7 વર્ષની બાળકીનું અપહરણ, હોળી પર આપવાની હતી ‘માનવ બલિ’, 2ની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > નોઈડાઃ 7 વર્ષની બાળકીનું અપહરણ, હોળી પર આપવાની હતી ‘માનવ બલિ’, 2ની ધરપકડ
GeneralNational

નોઈડાઃ 7 વર્ષની બાળકીનું અપહરણ, હોળી પર આપવાની હતી ‘માનવ બલિ’, 2ની ધરપકડ

HM News
Last updated: 16/03/2022 6:15 AM
HM News
3 years ago
Share
SHARE

નોઈડા, તા. 16 માર્ચ 2022, બુધવાર : દિલ્હી નજીક નોઈડાના સેક્ટર 63માં એક તાંત્રિકના કહેવા પર હોળીના શુભ મૂહૂર્ત પર દેવતાઓને ખુશ કરવા માટે એક વ્યક્તિએ બાળકીનું અપહરણ કર્યું હતું જેથી તે તેની બલિ આપી શકે.આરોપીએ તેમના લગ્ન જલ્દી થઈ જાય તેના માટે આ બધું કર્યું હતું.જોકે,પોલીસની સક્રિયતાના કારણે બલિદાન માટે અપહરણ કરાયેલી બાળકી બાગપતમાંથી મળી આવી હતી.આ કેસમાં અપહરણકર્તા સોનુ અને ગુનામાં સામેલ તેના બનેવી નીટૂની ધરપકડ કરવામાં આવી હતી.બીજી તરફ તાંત્રિક સહિત અન્ય ત્રણ આરોપીઓની શોધમાં પોલીસની ટીમો દરોડા પાડી રહી છે.આરોપિયોને પકડનાર અને બાળકીને સલામત શોધનાર ટીમને પોલીસ કમિશ્નર આલોક સિંહે 50 હજારનું ઈનામ આપ્યું હતું.

આરોપી સોનૂ વાલ્મિકી અને નીટૂ વાલ્મિકીએ 7 વર્ષની માસૂમનું અપહરણ બલિ આપવા માટે કર્યું હતું.નોઈડા સેન્ટ્રલ ડીસીપી હરીશ ચંદરે જણાવ્યું હતું કે,રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ માસૂમ બાળકી છિઝરસી ગામમાં તેના ઘરની બહાર રમી રહી હતી અને ત્યાંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.ફરિયાદ મળ્યા બાદ પોલીસે ચાર ટીમો બનાવી હતી.લગભગ 200 લોકો સાથે વાત કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.

નોઈડા સેન્ટ્રલ ડીસીપી હરીશ ચંદરના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજમાં આરોપી વ્યક્તિ છોકરીને પોતાની સાથે લઈ જતો જોવા મળ્યો હતો.આરોપી પીડિતાના ઘરથી 100 મીટર દૂર રહેતો હતો. આરોપીઓની ઓળખ સોનૂ પુત્ર જગપાલ નિવાસી ગામ બલેની અને નીટૂ પુત્ર વિજા નિવાસી ગામ કિશનપુર તરીકે થઈ છે.પોલીસના જણાવ્યા પ્રમાણે સોનુ યુવતી સાથે ખામપુર,બાગપત તેની બહેનના ઘરે ગયો હતો.બાળકીને ત્યાંથી જ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

સુરતમા પવન સાથે વરસાદને લીધે 17 વૃક્ષ ધરાશાયી થયા
મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
વરેલીમાં જાહેરમાં બેખોફ બનેલા બુટલેગરે લારી વાળાને ચપ્પુના ઘા ઝીકયા
સુરતમાં 11મી ફેબ્રુઆરી સુધીમાં રેગ્યુલર કોર્ટ શરૂ કરવા વકીલોની માગ, હાઇકોર્ટ ચીફ જસ્ટીસને રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
જય શ્રી રામ બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં બોલાશે? અમિત શાહ
Share This Article
Facebook Email Print
Previous Article ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરી છોડી બીજાને તક આપવી જોઈએ : સિબ્બલ
Next Article Mundra Port Heroin Seizure: હવે પંજાબ NIAની તપાસનું કેન્દ્ર, ટૂંક સમયમાં થશે વધુ ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up