નવી દિલ્હી,16 માર્ચ,2022,બુધવાર : સ્ટોકહોમ ઇંટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (સિપરી)ના એક અહેવાલમાં જણાવાયું છે કે 2016 થી 2021 દરમિયાન ભારતમાં વિદેશથી ખરીદવામાં આવતા શસ્ત્રોમાં 21 ટકાનો ઘટાડો થયો છે.આ ઘટાડો ભારતની આત્મનિર્ભરતાના પગલે થયો છે.તેમ છતાં ભારત શસ્ત્ર સરંજામની વિશાળ જરુરીયાતો શસ્ત્ર આયાતથી પુરી થાય છે. 2017 થી 2021 સુધીમાં શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત,સાઉદી અરબ,ઇજિપ્ત,ચીન અને ઓસ્ટ્ર્લિયા સૌથી મોટા ખરીદારો રહયા હતા.
જયારે શસ્ત્રો વેચતા પાંચ દેશોમાં અમેરિકા,રશિયા.ફ્રાંસ,ચીન અને જર્મનીનો સમાવેશ થતો હતો.આ દેશો કુલ શસ્ત્ર વેચાણનો 77 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.અમેરિકાએ આ જ ગાળામાં રશિયાની સરખામણીમાં 108 ગણા વધારે હથિયારો વેચ્યા હતા. 2017માં સાઉદી અરબ જરુરીયાતના કુલ શસ્ત્રોમાં 82 ટકા ખરીદી અમેરિકા પાસેથી કરે છે.
શસ્ત્ર બજારમાં રશિયાના શસ્ત્ર વેચાણમાં 2017 થી 2021ના ગાળામાં 26 ટકાનો ઘટાડો થયો આથી એક સમયે દુનિયાના શસ્ત્ર બજારમાં 24 ટકા ભાગીદારી ધરાવતું રશિયા 19 ટકા પર આવી ગયું હતું.રશિયા પાસેથી સૌથી વધુ શસ્ત્રો ખરીદતા દેશોમાં ભારત,ચીન,ઇજિપ્ત અને અલ્જીરિયાનો સમાવેશ થતો હતો.


