વોશિંગ્ટન,16 માર્ચ,2022,બુધવાર : રશિયા જેવી મહાસત્તા સામે લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ દુનિયામાં વોર હિરો તરીકે ઉભરી આવ્યા છે.યુધ્ધ જેવી નાજુક પળોમાં પણ તે ધીર ગંભીર રહીને પોતાનો સ્પષ્ટ પક્ષ રજૂ કરતા રહયા છે.હમણાં નાટો દેશો યુક્રેનને સામેલ કરી તેમ નથી એવા હિંમતભર્યુ નિવેદન કરીને ચર્ચા જગાવી હતી.જેલેંસ્કીએ અમેરિકી સંસદને કરેલા વીડિયો સંબોધનમાં રશિયા પર વધુ આર્થિક પ્રતિબંધો મુકવાની વાત કરી હતી કારણ કે શાંતિ એ કારોબાર કરતા વધારે મહત્વની છે.
આ ઉપરાંત જેલેંસ્કીએ યુધ્ધથી યુક્રેનમાં થયેલી તબાહીનો હચમચાવી દે તેવો વીડિયો દેખાડીને વધુ મદદ કરવાની વિનંતી કરી હતી.જેલેસ્કીએ કહયું કે હવે અમારે તમારી જરુરીયાત છે.તમે વધારે મદદ કરો એવી હું અપીલ કરું છું.જેલેંસ્કીએ સ્ક્રીન પર લાઇવ સંબોધન શરુ કર્યુ ત્યારે સાંસદોએ પોતાની સીટ પરથી ઉભા થઇને માન આપ્યું હતું.
જેલેંસ્કીએ પોતાના સંબોધન 11 સપ્ટેમ્બર 2011ની વલ્ર્ડ ટ્રેડ સેન્ટર અને બીજા વિશ્વયુધ્ધમાં પર્લહાર્બરની ઘટનાને પણ યાદ કરી હતી.ગત સપ્તાહ જેલેંસ્કીએ બ્રિટનના હાઉસ ઓફ કોમન્સને પણ સંબોધન કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.કેનેડાની સંસદને સંબોધન કર્યુ ત્યારે તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુંડોને પ્રિય જસ્ટિન કહીને શરુઆત કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ સ્પેનના સાંસદોને પણ સંબોધન કરી શકે છે.


