તા.19 માર્ચ,શનિવાર : બ્રિટેન સ્થિત શિપિંગ કંપની P&O ફેરીઝે Better.com ના CEO વિશાલ ગર્ગેના પગલાં પર ચાલી રહી છે.આ કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં છે.શિપિંગ કંપની P&O ફેરીઝે ઝૂમ કોલ પર તેના 800 કર્મચારીઓને કાઢી મુકવાની જાહેરાત કરી છે.આવું જ Better.com ના CEOએ થોડા મહિના પહેલા કર્યું હતું,જેથી દુનિયાભરમાં આ ઘટનાની વ્યાપક ટીકાઓ થઈ રહી છે.
17 માર્ચે, શિપિંગ કંપનીએ ઝૂમ કોલ દરમિયાન તેના 800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.ઝૂમ કોલ માત્ર 3 મિનિટ ચાલ્યો હતો અને કર્મચારીઓને નોટિસ પિરિયડ આપવાની તક પણ આપવામાં આવી ન હતી.રાજકારણીઓએ આ પગલાને ઘૃણાસ્પદ અને ભયાનક ગણાવ્યું છે.
Better.com એ યુએસ સ્થિત ડિજિટલ ફર્સ્ટ હોમઓનરશિપ કંપની છે.તેણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં, Better.com ના CEO વિશાલ ગર્ગે ઝૂમ કોલ દરમિયાન યુ.એસ. અને ભારતમાં તેના 900 કર્મચારીઓને પળવારમાં કાઢી મૂક્યા હતા
કંપનીને લોકડાઉનમાં સરકાર તરફથી 10 મિલિયન પાઉન્ડ મળ્યા હતા
બ્રિટેનની કંપનીએ કોવિડ-19 લોકડાઉન દરમિયાન બ્રિટેન સરકાર પાસેથી તેના 1,100 કર્મચારીઓને ચૂકવણી કરવા માટે £10 મિલિયનની રોકડ રકમ મળી હતી.
કંપનીએ તેના કર્મચારીઓને જણાવ્યું હતું કે,તેણે છેલ્લા બે વર્ષમાં 20 કરોડ ગુમાવ્યા છે અને હવે ભંડોળના ગેરવહીવટને કારણે સમગ્ર રજા દરમિયાન ચૂકવણી પરત કરવાનું જોખમ વધી ગયુ છે.
P&O ચીફે તેમના ઝૂમ કોલ દરમિયાન કહ્યું કે, “મને જણાવતા અફસોસ થાય છે કે આ માટે તમને તરત જ તમને ટર્મિનેટ કરવામાં આવે છે”
કંપનીએ ફંડ કરવુ પડશે પરત
યુકેના સાંસદ કાર્લ ટર્નરે કહ્યું, “તે બધા પૈસા પરત કરવા જોઈએ.બ્રિટિશ કરદાતાઓએ આ કંપનીને જે પણ નાણાં આપ્યા હતા તે પરત કરવા જોઈએ અને સરકારે કંપનીને યુનિયનો સાથે વાટાઘાટો કરવા અને ડિલ કરવા માટે કહેવું જોઈએ.”


